November 29, 2022
November 29, 2022

સુરેન્દ્રનગરમાં પોલીસ અધિકારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન શરૂ, 3400થી વધુ જવાનો મત આપશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે વિધાનસભા બેઠકો પર બેલટ પેપરથી મતદાન શરૂ થઈ ગયું છે. અહીં બે દિવસ સુધી મતદાન થશે. રાજ્યમાં અનેક સરકારી કર્મચારીઓ હાલ ચૂંટણી વ્યવસ્થામાં રોકાયેલા છે. તેથી તેઓ 1 અને 5 ડિસેમ્બરે મતદાનના દિવસે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં. આથી, તેમના માટે બેલટ પેપરથી વહેલા મતદાન કરાઈ રહ્યું છે.

ગુજરાતમાં બે તબક્કામાં યોજાઈ રહેલા મતદાનમાં સુરેન્દ્રનગરમાં વિધાનસભા બેઠકો માટે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન શરૂ કરી દેવાયું છે. અહીં આજથી 2 દિવસ સુધી મતદાન શરૂ કરી દેવાયું છે. હોમગાર્ડ અને પોલીસ સહિતના જવાનો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં તમામ વિધાનસભા બેઠકમાં અંદાજે 3400થી વધુ પોલીસ કર્મચારીઓ 2 દિવસમાં મતદાન કરશે. જેમાં હોમગાર્ડ, જીઆરડી જવાનો સહિત પોલીસ અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved