September 25, 2022
September 25, 2022

લખનઉમાં વરસાદને કારણે દીવાલ ધરાશાયી, 9નાં મોત

સીએમએ મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત

ઉત્તર પ્રદેશના 30થી વધારે જિલ્લાઓમાં પાછલા 24 કલાક કરતાં પણ વધારે સમયથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ અયોધ્યા, લખનૌ, કાનપુર, નોએડા, ગાઝિયાબાદ, પ્રયાગરાજ જેવા તમામ જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદ અને આંધીની આગાહી છે.

ભારે વરસાદના કારણે લખનૌમાં નિર્માણાધીન દીવાલ ધસી પડવાના કારણે 9 લોકોના મોત થયા છે અને 2 લોકોને ઈજાઓ પહોંચી છે. દિલકુશા વિસ્તારમાં દીવાલ ધસી પડવાના કારણે તેની આડશમાં ઝૂંપડી બનાવીને રહેતા મજૂરો દટાઈ ગયા હતા. તે સિવાય ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. સાથે જ તમામ ઈજાગ્રસ્તોને ફ્રીમાં સારવાર આપવા આદેશ કર્યો છે.

સેનાના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી
આર્મી કેન્ટ પાસે અકસ્માત થતાં સેનાના જવાનો પણ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સીએમ યોગીએ દુર્ઘટના પર નજર રાખી રહ્યા છે. ડીએમ અને પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમએ મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને સારી સારવાર આપવા સૂચના આપી છે.

 17 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved