November 29, 2022
November 29, 2022

વોરેન બફેટે ફરી એકવાર ગરીબો માટે તિજોરી ખોલી ! 6,125 કરોડ દાનમાં આપ્યાં..

ગરીબોના ‘અન્નદાતા’નું વર્ષ 2022માં કરાયેલું બીજું સૌથી મોટું દાન

વોરન બફેટનું નામ વિશ્વના સૌથી મોટા રોકાણકારોની યાદીમાં સામેલ છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં પણ તેમનું નામ યથાવત છે. 92 વર્ષીય વોરેન બફેટ તેમની ઉદારતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સમય સમય પર, તેઓ તેમની સંપત્તિનો મોટો હિસ્સો ચેરિટી માટે દાન કરે છે. વોરન બફેટ ફરી એકવાર પોતાની ચેરિટી માટે હેડલાઇન્સમાં છે. વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેએ તેમના પરિવાર દ્વારા સંચાલિત ચાર ફાઉન્ડેશનને કુલ $750 મિલિયન એટલે કે રૂ. 6,125 કરોડનું દાન આપ્યું છે.

ખાસ વાત એ છે કે વોરન બફેટ દર વર્ષે પોતાની સંપત્તિમાંથી પાંચ વખત ચેરિટી માટે દાન કરે છે. આ ખુલાસો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા રેગ્યુલેટરી ફાઇલિંગ દરમિયાન આપવામાં આવ્યો છે.

વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ વોરેન બફેટ 2006થી ચેરિટી કરી રહ્યા છે. તે વર્ષમાં પાંચ વખત પોતાના પૈસા દાન કરે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં દાખલ કરાયેલી માહિતી અનુસાર, વોરેન બફેટે નેબ્રાસ્કા ગ્રૂપને સમગ્ર 1.5 મિલિયન સ્ટોક્સ આપ્યા છે. તે દર વર્ષે પોતાના પરિવારના ઘણા સભ્યોના નામે કરોડો રૂપિયાનું દાન કરે છે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved