September 25, 2022
September 25, 2022

ધનશક્તિ / રોશની નાડર મલ્હોત્રા ભારતની સૌથી ધનવાન મહિલા, નાયરની સંપત્તિમાં 1 વર્ષમાં 963 ટકાનો ઉછાળો

દેશની ટોચની 10 ધનિક મહિલાઓમાં બે ગુજરાતી

HCL ટેક્નોલોજીઝના ચેરપર્સન રોશની નાડર મલ્હોત્રા ભારતની સૌથી ધનવાન મહિલા છે. કોટક પ્રાઈવેટ બેન્કિંગ-હુરૂનના લેટેસ્ટ રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2021માં રોશની નાડરની કુલ સંપત્તિ 54 ટકા વધીને 84,330 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે રોશની નાડર મલ્હોત્રા એચસીએલ ટેક્નોલોજીઝના સંસ્થાપક શિવ નાડરની દિકરી છે.

નાયકાની ફાઉન્ડર ફાલ્ગુની નાયર 57,520 કરોડ રૂપિયાની કુલ સંપત્તિની સાથે સેલ્ફ મેડ મહિલાઓમાં સૌથી આગળ છે. રિપોર્ટ અનુસાર 59 વર્ષીય નાયરની સંપત્તિમાં 2021 વખતે 936 ટકા વધારો થયો હતો. ત્યાં જ ભારતની બીજી સૌથી ધનિક મહિલા છે. આ ઉપરાંત બાયોકોનની કિરણ મજૂમદાર-શૉની કુલ સંપત્તિ 21 ટકા ઘટીને 29,030 કરોડ રૂપિયા રહી ગઈ છે. તે ઉપરાંત તે દેશની ત્રીજી સૌથી ધનવાન મહિલા છે.

હુરુન લીડિંગ વેલ્ધી વુમન 2021ની યાદીમાં ટૉપ 100માં ગુજરાતની માત્ર બે મહિલાઓને સ્થાન મળ્યું છે. રૂ. 3830 કરોડની સંપત્તિ સાથે એસ્ટ્રલ કંપનીની જાગૃતિ સંદીપ એન્જિનિયર 17મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 149 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે રૂ. 450 કરોડની સંપત્તિ સાથે અનુપમ રસાયણ ઈન્ડિયા કંપનીનાં મોના આનંદ દેસાઈ 81મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 29 ટકાનો વધારો થયો છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે યાદીમાં સામેલ 100 મહિલાઓની કુલ સંપત્તિ 2020માં 2.72 લાખ કરોડ રૂપિયાથી 2021માં 53 ટકા વધીને 4.16 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ મહિલાઓ ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં બે ટકાનું યોગદાન આપે છે. આ યાદીમાં દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ 25 મહિલાઓ છે. તે પછી મુંબઈ (21) અને હૈદરાબાદ (12) છે. ઉદ્યોગોની વાત કરીએ તો, ભારતની ટોચની 100 સૌથી ધનિક મહિલાઓમાંથી 12 દવા ક્ષેત્રથી, 11 હેલ્થ કેર સેક્ટરની અને નવ કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરની છે.

 61 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved