February 2, 2023
February 2, 2023

ભારતીય જનતા પાર્ટીને 750 કરોડનું ફંડ મળ્યું તે ક્યાં છે..? : “શિવસેના “

મુખપત્ર ‘સામના’ના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા

કોઈપણ ઉદ્યોગપતિ, બિલ્ડર, વેપારી મંડળ, કરોડો રુપિયાનું દાન કોઈ રાજકીય પાર્ટીને કેમ આપે છે? માત્ર દાન માટે? આ દાનને આગામી પાંચ વર્ષમાં વસુલવામાં આવે છે. આ ખેલ પાછલા અમુક વર્ષોમાં શરુ થઈ ગયો છે.ઉમેદવાર ધનિક હોવો જોઈએ. તેનાથી રાજકીય પાર્ટી પણ પોતાના સ્તર પર ધનિક બનતી જાય છે.ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને ઉદ્યોગપતિઓની ચાવી ભાજપના વેપારી મંડળ પાસે છે.

ઉલ્લેખનીય છે કે,શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. આ વખતે તેમની ટીકાનું કારણ છે ભાજપાને મળેલું 750 કરોડ રુપિયાનું ફંડ. સામના મુખપત્રમાં લખવામાં આવ્યું છે કે, તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર એક વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને 750 કરોડ રુપિયાનું ફંડ મળ્યું છે. આ માત્ર સત્તાવાર ફંડનો આંકડો છે, બાકી ટેબલ નીચેની રકમ અલગ છે. આટલું બધું ફંડ કોર્પોરેટ કંપનીઓ સિવાય વ્યક્તિગત સ્વરુપે પણ મળે છે. વર્તમાન રાજનીતિ માત્ર પૈસાની રમત બની ગઈ છે. નીતિ, વિચારધારા, રાષ્ટ્ર વગેરે સંકલ્પનાઓ પાછળ રહી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, મુખપત્ર ‘સામના’એ લખ્યું છે કે, 2019-20 આ એક વર્ષના હિસાબમાં ઘણી ગરબડ છે.આ વખતે સૌથી મોટી રકમ પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીને 217.75 કરોડ રુપિયા દાન આપ્યા છે. આઈટીસી ગ્રુપે 76 કરોડ, જન કલ્યાલ ટ્રસ્ટે 45.95 કરોડ, મહારાષ્ટ્રના બીજે શિર્કે કન્સ્ટ્રક્શને 35 કરોડ, લોઢા ડેવલોપર્સે 21 કરોડ, જ્યુપિટર કેપિટલે 15 કરોડ રુપિયા આપ્યા છે. દેશની 14 શૈક્ષણિક સંસ્થાઓએ પણ ભારતીય જનતા પાર્ટીને કરોડો રુપિયા આપ્યા છે. પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા. અને પછી એ જ પૈસાથી વારંવાર સત્તા. આ ચક્રમાંથી બહાર નીકળવું હવે લોકતંત્રમાં કોઈના માટે પણ શક્ય હોય તે લાગી નથી રહ્યું. ઉદ્યોગપતિઓ માટે કાયદા બદલાઈ જાય છે. નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે.

 146 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved