October 6, 2022
October 6, 2022

જામનગરમાં WHO સ્થાપશે ગ્લોબલ સેન્ટર

આયુર્વેદનો વિશ્વભરમાં વાગ્યો ડંકો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકાર સાથે કરાર કર્યા છે. ગુજરાતના જામનગરમાં આ કેન્દ્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે.

કોરોના કાળમાં નમસ્તે માટે મજૂબર થયેલા દુનિયાભારના દેશોએ ભારતને દુનિયાની ફાર્મસી કંઈ એમ જ નથી કહી. આપણે ત્યાં મસાલા હોય, લીમડાની ઉપયોગિતા સદીઓથી જગજાહેર છે. હા, આધુનિકતાના નામ પર થોડી માઠી અસર આવી છે, પણ હવે તે પણ ઓસરી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકાર સાથે કરાર કર્યા છે. ગુજરાતના જામનગરમાં આ કેન્દ્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને પ્રસન્નતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારતની પરંપરાગત ઔષધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આ WHO સેન્ટર આપણા સમાજમાં તંદુરસ્તી વધારવા માટે ખૂબ જ મદદ કરશે. કેન્દ્રીય આયુષ મંત્રીએ જણાવ્યું હતું કે, આ સેન્ટર WHOનું દુનિયામાં પોતાના તરફથી પ્રથમ કેન્દ્ર હશે.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી સંબંધિત કરાર પર સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાં ભારત સરકાર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા, પ્રધાનમંત્રીની હાજરીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટરે 5મા આયુર્વેદ દિવસ પર 13 નવેમ્બર 2020ના રોજ તેની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈશ્વિક પરંપરાગત ઔષધિ કેન્દ્રની સ્થાપનાને 9 માર્ચને મંજૂરી આપી હતી.

 35 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved