October 6, 2022
October 6, 2022

ગોવાના આગામી મુખ્યમંત્રી કોણ હશે?

આજે પણજીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક, કમાન આ નેતાને સોપાઈ શકે છે…

ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપની પોતાની સત્તા યથાવત રાખી છે જેના પગલે ગઈ કાલે મણિપુરના મુખ્યમંત્રીના નવા નામ મહોર લગાવી હતી ત્યારે આજે ગોવા અને ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પરથી પડદો હટી જશે. ગૃહના નેતાની પસંદગી માટે આજે પણજીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. રાજ્યના આગામી મુખ્યમંત્રીની પસંદગી વિધાયક દળના નેતામાંથી કરવામાં આવશે. આજે સાંજે 4 કલાકે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર અને સહ-નિરીક્ષક એલ મુરુગન, ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને ડેસ્ક ઈન્ચાર્જ સીટી રવિ હાજર રહેશે.

પાર્ટીના ગોવા એકમના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ રવિવારે જણાવ્યું હતું કે આ બેઠક બાદ પાર્ટીના નેતાઓ રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળશે, ત્યારબાદ નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ 40 માંથી 20 વિધાનસભા બેઠકો જીતીને ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ના બે અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે.

ગોવામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ રાજ્યની બાગડોર પ્રમોદ સાવંતના હાથમાં આવી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ગોવાના કેરટેકર સીએમ પ્રમોદ સાવંતે રવિવારે કહ્યું, ‘મેં મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળના 3 વર્ષમાં ગોવાના વિકાસ માટે કામ કર્યું. આ દરમિયાન ઘણી સમસ્યાઓ પણ આવી, પરંતુ પીએમ મોદીના નેતૃત્વમાં અમે તમામ સમસ્યાઓ દૂર કરી છે.

 33 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved