February 2, 2023
February 2, 2023

મોરારીબાપુનો પડકાર કોણ ઝીલશે, ભાગવતને કોણ પૂછશે…?

વ્યાસપીઠ પરથી બોલ્યા- હિન્દુમોભીએ મસ્જીદમાં પગ મૂક્યો, છે કોઈ બોલનાર..?

25 સપ્ટેમ્બર,2022ના રોજ 76 વર્ષ પૂરા કરનાર મોરારીબાપુને કોઇ ઓળખની જરૂર નથી. તેમના મુખે રામચરિત માનસ સાંભળવાનો એક લ્હાવો છે. મૂળ શિક્ષક એવા મોરારીબીપુનુ આખુ નામ મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી. ભાવનગર નજીક તલગાજરડા એમનુ ગામ અને દેશ-વિદેશમાં રામાયણ સંભળાવવી એ તેમનું કામ., તેમણે ઉડતા વિમાનમાં રામાયણ કથા કરી તો દરિયામાં સ્ટીમરમાં બેસીને કથા સંભળાવી. ચાર ધામ અને લગભગ દરેક મોટા શહેરોમાં તેમના રાથાના કાર્યક્રમો યોજાય છે. પોતાના અનુયાયીઓમાં બાપુના નામે ઓળખાતા મોરારીબાપુ રામકથા દરમ્યાન મોજમાં આવે ત્યારે જુના ગીતો પણ ગાય અને શ્રોતાઓને મોજ કરાવે.

મૃદુ સ્વભાવના અને શાંત પ્રકૃતિના એવા મોરારીબાપુ કથા દરમ્યાન ઉર્દુ શબ્દો બોલે, ઉર્દુ ભાષામાં શેર-શાયરી પણ કહે અને કોમી એકતાના પ્રયાસો પણ કરે.એ મામલે હિન્દુવાદી સંસ્થાઓએ તેમના પર માછલા ધોયા હતા. તેમને બદનામ કરાયા હતા. બાપુ મનમાં સમસમી ગયા હતા પણ કરે શું…? સૌના દિવસો આવે એમ બાપુનો પણ સમય આવ્યો.
આરએસએસના વડા મોહન ભાગવત દિલ્હીના ઇમામને મળવા મસ્જીદમાં ગયા, મદરેસામાં પણ ગયા અને મુસ્લિમ અગ્રણઅીઓ સાથે બેઠક યોજી. મોહન ભાગવત હિન્દુ મંદિરમાં જાય તો એ સમાચાર ન કહેવાય પણ મસ્જીદમાં જઇને મોલવીઓ -ઇમામો સાથે મળે એટલે એ સમાચારની વ્યાખ્યામાં સુસંગત છે.

મોહન ભાગવત મસ્જીદમાં ગયા તે બાબતને લઇને એક રામકથામાં મોરારીબાપુએ સંઘનો અને ભાજપને વારા કાઢી નાંખ્યો…ટીવીએન્કરોની ભાષામાં કહીએ તો કલાસ લઇ લીધો..વ્યાસપીઠ પરથી બાપુ ઉવાચઃ હમણાં હિન્દુત્વના મોભી ઇમામને મળ્યા, મસ્જીદમાં ગયા અને મદરેસામાં પણ ગયા…કેમ કોઇ કાંઇ બોલતા નથી…? બોલો હવે…! ઉતરી પડો…! મોરારીબાપુ કાંઇ બોલે તો નિકળી પડ્યા હતા ધોકા લઇને…હવે નિકળો… મોરારીબાપુની ટીકા કરવા..! હું કોઇ ઉર્દુ શબ્દ બોલુ મારા ઉપર ધોકાવાળી કરવાની…અને આ મોભી મસ્જીદમાં ગયા તો કોઇ નહીં બોલે..ક્યાં ગયા એ બધા..ક્યાં ગયા..એય…એય…એય…અલ્યા એય..બોલો હવે ટીકા કરો…!!

મોરારીબાપુની વેદનાને વ્યકત કરતો આ વિડિયો વાઇરલ થયો છે. અને જેમ મોરારીબાપુએ લહેકામાં કહ્યું-ક્યાં ગયા એ બધા..ક્યાં ગયા..એય…એય…એય…અલ્યા એય..બોલો હવે ટીકા કરો…એ સાંભળીને લોકોને નવાઇ લાગી રહી છે કે ભાજપ અને સંઘ પરિવારે રામ મંદિર માટે જેટલો પ્રચાર નહીં કર્યો હોય એટલો પ્રચાર બાપુએ રામકથાના માધ્યમથી કર્યો હતો. તેમની છાપ ભાજપ તરફી થઇ ગઇ હતી. પણ આખરે ભાગવતના મસ્જીદ અને મદરેસા પ્રવેશના પગલે બાપુનો ભ્રમ ભાંગી ગયો હશે એટલે એમણે પોતાની વેદના વ્યાસપીઠ પરથી વ્યકત કરીને સૌને ચોંકાવ્યાં છે. કેમ કે જેમણે આ વિડિયો જોયો તેમને નવાઇ લાગી રહી છે કે મોરારીબાપુ આવુ બોલે છે…? એ તો ભાજપવાળા છે…અને અયોધ્યામાં રામ મંદિર બનાવવા ભાજપને વર્ષો સુધી ટેકો આપ્યો…એ ભાગવતનું નામ લીધા વગર બોલી રહ્યાં છે…?!

મોરારીબાપુની જેમ લાખો-કરોડો હિન્દુઓને પણ નવાઇ લાગી કે હેં…ભાગવત મસ્જીદમાં ગયા…?!મુસ્લિમ સમુદાયના કટ્ટર વિરોધી વલણ ધરાવનાર સંઘ સંસ્થાના વડાને મસ્જીદમાં જવાની કેમ ફરજ પડી…? ઇમામોને મળવુ હોય તો જાહેરમાં તેમની સાથે સંવાદ કરી શક્યા હોત. પણ આ રીતે એકાએક મસ્જીદમાં પહોંચી જવુ અને ઇમામોને મળવુ તે ઘણાંને નવાઇ પમાડવા જેવુ છે.. ભાગવતના આ પગલાને ઘણાં નિરીક્ષકો, અડવાણીની ઝીણાની મજાર પર જઇને માથુ ટેકવવા સમાન માની રહ્યાં છે.
લાખો-કરોડો હિન્દુઓની જેમ મોરારીબાપુને પણ નવાઇ લાગી અને તેમણે આ મુદ્દે પોતાને હેરાન કરનારા હિન્દુ પરિબળોને આડે હાથે લઇને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે લો.. બોલો હવે….કરો ધોકાવાળી…બોલો હવે……

 37 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved