February 2, 2023
February 2, 2023

પીકેએ રાહુલની સાથે મમતાદીદીને પણ દર્પણ બતાવ્યું – નામુમકીન હૈ..

તો દીદીએ બે પગ પર પાટાપિંડી કરાવવી પડશે..?!

પીકેએ દીદીને સિક્કાની બીજી બાજુ કેમ ના બતાવી..

રાહુલ ના હરાવી શકે તો મમતાદીદી કઇ રીતે હરાવશે..?

તાકતવર-કદાવર-શક્તિશાળી મોદીજીને કોઇ હરાવી શકે તેમ નથી..

પીકે દેશભરમાં ટીએમસીને 30 ટકા મતો અપાવી શકશે..?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

પોલ કન્સલ્ટન્સી કંપની ઇન્ડિયન પોલિટિક્સ એક્શન કમિટિ (આઇપેક)ના સીઇઓ છે પ્રશાંત કિશોર. તેઓ પી.કે.ના ટૂંકાક્ષરી નામે જાણીતા છે. તેમનો દાવો છે કે 2014માં તેમણે રચેલી રણનીતિને કારણે નરેન્દ્રભાઇ મોદી તેમના કારણે જીત્યા હતા. બિહારમાં જેડીયુ-આરજેડીની સરકાર તેમના કારણે જીતી હતી. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ તેમણે બતાવેલા રસ્તે ચાલ્યા અને ફરી જીત્યા. બંગાળમાં તેમણે રચેલી માયાજાળને કારણે મમતાદીદી ત્રીજીવાર સીએમ બની શક્યા. પંજાબમાં અમરિન્દરસિંઘે ફરી જીતવા તેમને પોતાના સલાહકાર બનાવ્યા, મંત્રીપદનો દરજ્જો આપ્યો પણ ખુદ અમરિન્દર જ સીએમપદે ના રહ્યાં.. પીકેએ ખાવા-પીવાના હોટસ્પોટ ગોવામાં બંગાળની જેમ મમતાદીદીને સત્તા અપાવવા ધામા નાંખ્યા છે..

કોંગ્રેસે પીકેની સેવાઓ લેવાનું કંઇ નક્કી કર્યુ હશે અને ગુજરાતનો હવાલો પણ તેમને આપવાના અહેવાલો પણ પ્રસિધ્ધ થયા હતા. પરંતુ લાગે છે કે દહી બરાબર જામી નહીં હોય એટલે પીકેએ રાહુલને મુખડા દેખો દર્પણમેં..ની જેમ આઇના દિખાયા-

 • આવનારા અનેક દાયકા સુધી ભારતના રાજકારણમાં ભાજપ એક શક્તિશાળી પક્ષ બની રહેશે..
 • ભાજપને હરાવવા તેના હરિફ પક્ષોને દાયકાઓ સુધી લડતા રહેવું પડશે…
 • રાહુલે નરેન્દ્ર મોદીને સત્તામાંથી દૂર કરવાના ભ્રમમાં રહેવું જોઇએ નહીં…
 • મોદી યુગનો અંત લાવવા રાહ જોવી એ રાહુલ ગાંધીની મોટી ભૂલ હશે…
 • રાહુલ ગાંધી એવા ભ્રમમાં હતા કે મોદી યુગનો અંત એ ફક્ત સમયનો પ્રશ્ન છે…
 • દેશની આઝાદી બાદ આરંભના 40 વર્ષ કોંગ્રેસ જેમ કેન્દ્રમાં સત્તામા રહી હતી તેમ ભાજપ
 • પણ વર્ષો સુધ સત્તામાં રહેશે અને તેને કોઇ હરાવી શકે તેમ નથી..
 • ભાજપ ક્યાંય જવાનો નથી, કેમ કે જો તમે રાષ્ટ્રીય સ્તરે 30 ટકા મત અંકે કરી લો તો તમારે ક્યાંય જવાની જરૂર પડતી નથી…
 • રાહુલે એવા કોઇ ભ્રમમાં રહેવાની જરૂર નથી કે લોકો નિરાશ અને નારાજ થઇ ગયા છે અને મોદીને સત્તામાંથી ફેંકી દેશે.
 • વાસ્તવમાં સમસ્યા રાહુલ ગાંધીની છે, કેમ કે તેમને કદાચ એમ લાગી રહ્યું છે કે બસ હવે ફક્ત થોડા સમયની જ વાત છે..,
 • લોકો મોદીને સત્તામાંથી ઉખેડીને ફેંકી દેશે, અને કોંગ્રેસ સત્તામાં આવી જશે…જો કે તેમ થઇ રહયું નથી…

પીકેએ સાવ સાચી વાત કરી. તેમણે પોતાના અનુભવોના આધારે, રાહુલ સાથે થયેલી કોઇ ચર્ચાના આધારે, 2014માં મોદીજીની સાથે પ્રચારમાં રહીને તેમની તાકાત જોઇની આ બધુ નિચોડના રૂપમાં એક સાથે જાહેર કરી નાંખ્યું… કારણ…? પીકે જાને.. સિક્કાની બે બાજુ બતાવવાને બદલે પીકેએ એક બાજુ બતાવી. સિક્કાની બીજી બાજુ એ છે કે જે રાહુલને લાગુ પડે તે તેમના વર્તમાન રાજકિય બોસ મમતાદીદીને લાગૂ ના પડે…?

પીકેના ખભે બેસીને બંગાળ જીતનાર મમતાદીદીને પીકે હવે વડાપ્રધાન બનાવવા ભારત ભ્રમણે નિકળ્યા છે….ગોવામાં મમતાદીદીને હું જીતાડીશ, પંજાબમાં તો મમતાદીદી પગ મૂકશે એટલે ચન્ની-વન્ની તો ગિયો, યુપીમાં યોગી કઠોર છે પણ મમતાદીદી માટે હું સારી એવી બેઠકો જીતાડી આપીશ..ઉત્તરાખંડમાં વાંધો નહીં આવે અને ગુજરાતમાં થોડીઘણી બેઠકો તો મળશે અને પછી ત્યાં સુધી ગોવામાં આરામ કર્યો ના કર્યો અને 2024ની ચૂંટણીઓ આવી જશે એટલે મમતાદીદી હવાઇ ચપ્પલ પહેરીને રાષ્ટ્રપતિ ભવનમાં બંગાળી ભાષામાં શપથગ્રહણ કરી રહ્યાંના સપનાઓ પીકે જોઇ રહ્યાં હશે…

પીકેના મતે રાહુલ મોદીજી અને ભાજપની તાકાતનો અંદાજ લગાવવામાં નિષ્ફળ ગયા છે. અને પીકેના જ શબ્દો છે કે ભાજપને હરાવવા તેના હરિફ પક્ષોને દાયકાઓ સુધી લડતા રહેવું પડશે… તો ભાઇ પીકે, જો રાહુલ ન હરાવી શકે તો તમે કે મમતાદીદી ભારતના સૌથી શક્તિશાળી સૌથી વધુ તાકાતવર- સૌથી કદાવર-સૌથી વધુ લોકપ્રિય એવા નરેન્દ્રભાઇ મોદીજીને કે કેસરિયા બાલમ ભાજપને કઇ રીતે ત્રીજીવાર વડાપ્રધાન બનતા રોકશો…?

મમતાદીદીમાં રાજકિય સમજણ હશે તો તેઓએ પીકેથી સાવધાન રહેવુ જોઇએ.કેમ કે પીકેના મતે જેમને કોઇ-રાહુલ પણ નહીં- હરાવી શકે તેમ નથી તેમને ખુદ પીકે કઇ રીતે હરાવશે….? અને મમતાદીદીને કઇ રીતે વડાપ્રધાન બનાવશે..? શું પીકે મમતાદીદીને હથેળીમાં ચાંદ બતાવી રહ્યાં છે કે ડોન્ટવરી, હું ભાજપને બરાબર ઓળખુ છુ અને બંગાળમાં જીત્યા તેમ લોકસભાની ચૂંટણીમાં પણ 543માંથી 300 બેઠકો તો આમ ચપટી વગાડતાં વગાડતાં લઇ આવીશ…! લેકિન ક્યા ઐસા હોગા…?

જો ભાજપ રાહુલને ના જીતવા દે અને જીતવા દેતા જ નથી તો બંગાળમાં પોતાને હરાવનાર મમતાદીદીને કેસરિયા બાલમ શું કામ 2024માં જીતવા દે..? દીદી બંગાળમાં એક પગે લંગડાતા જીત્યા એટલે દેશમાં પણ બન્ને પગે લંગડાતા જીતી જશે એમ જો પીકે કહેતા હોય તો કે માનતા હોય તો મમતાદીદીએ બન્ને પગ પર પાટાપિંડી માટે તૈયાર રહેવુ પડશે…
.

 130 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved