January 30, 2023
January 30, 2023

પુષ્પા 2માં સામંથાની જગ્યા લેશે બોલીવુડની આ હોટ અભિનેત્રી?

નામ સાંભળતાં ચોંકી જશો….

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. સિનેમાઘરો બાદ આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર પણ પસંદ કરવામાં આવી રહી છે. પુષ્પામાં અલ્લુ સાથે રશ્મિકા મંદન્ના લીડ રોલમાં જોવા મળી છે. હવે ચાહકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુન સાથે સામંથા રૂથ પ્રભુના આઈટમ સોંગે પુષ્પા ફિલમને અલગ જ ઓળખાણ આપી હતી. ઓ અન્ટાવા ગીત હજુ પણ લોકોની પ્લેલિસ્ટમાં સામેલ છે. સામંથાએ પોતાની ચાલથી બધાને પોતાના ફેન બનાવી દીધા હતા. હવે ચાહકો પુષ્પાના બીજા ભાગ સાથે સામંથાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, પુષ્પાના બીજા ભાગમાં સામંથાનું આઈટમ સોંગ ફેન્સ જોઈ શકશે નહીં.

રિપોર્ટ્સ અનુસાર, સામંથાની જગ્યા બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની લઈ શકે છે. દિશાને ફિલ્મના પહેલા ભાગમાં એક આઈટમ સોંગની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે ના પાડી દીધી હતી અને પછી તે સમંથાને ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે દિશા પટની ફિલ્મના બીજા ભાગમાં આઈટમ સોંગ માટે તૈયાર થઈ ગઈ છે.

પુષ્પાના નિર્દેશક સુકુમારે પુષ્પા 2માં આ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. હવે સામંથાને બદલે દિશા પટની પુષ્પા 2માં શાનદાર ડાન્સ કરતી જોવા મળશે.

 103 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved