સેન્સેક્સ 30ના 18 શેરો લાલ નિશાનમાં, નિફ્ટી પણ ડાઉન
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં આજે સ્થાનિક બજાર ઘટાડા સાથે ખુલવાના સંકેત દેખાડી રહ્યા હતા અને તે જ થયું. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.
આજે સેન્સેક્સ 110 પોઈન્ટના વધારા સાથે 57,472ના સ્તરે ખુલ્યો, અને નિફ્ટી 28 પોઈન્ટના વધારા સાથે 17,181 પર ખુલ્યો છે. જોકે, શરૂઆતના તરત બાદ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં સરકી ગયા હતા.
સેન્સેક્સમાં 342.98 પોઈન્ટ અથવા 0.60 ટકાના ઘટાડા બાદ 57,019ની સપાટી જોવા મળી રહી છે અને નિફ્ટી 0.50 ટકાની નબળાઈ સાથે 85.80 પોઈન્ટ ઘટીને 17,067 પર આવી ગયો છે.
સેન્સેક્સ 30ના 18 શેરો લાલ નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં મારુતિ, સનફાર્મા, ટાટાસ્ટીલ, ભરતીઆર્ટલ અને રિલાયન્સનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં HDFCBANK, HDFC, KOTAKBANK, TCS અને DRREDY નો સમાવેશ થાય છે.
ભારતી એરટેલ ઇન્ડસ ટાવર્સમાં 4.7 ટકા હિસ્સો ખરીદશે. કંપની આ હિસ્સો યુરો પેસિફિક સિક્યોરિટીઝ પાસેથી ટેલિકોમ ઓપરેટર વોડાફોન ગ્રુપ પીએલસી સાથે 187.88 રૂપિયા પ્રતિ શેરના ભાવે હસ્તગત કરશે. ટ્રાન્ઝેક્શનનો કુલ ખર્ચ રૂ. 2388.06 કરોડ થશે
58 , 1