સાઉથ આફ્રિકાનો અંતિમ બોલે વિજય
દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતનો છેલ્લા બોલે પરાજય થતા જ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ મેચ દક્ષિણ આફ્રિકાએ પોતાના નામે કરી લીધી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.પરિણામે મહિલા વર્લ્ડ કપમાં ભારતનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 274 રન બનાવ્યા હતાં જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. દક્ષિણ આફ્રિકાએ છેલ્લાં બોલે જીત મેળવીને 275 રન બનાવ્યા હતાં.
ટીમ ઈન્ડિયાની સિનિયર ખેલાડી અને કેપ્ટન મિતાલી રાજ ઝુલન ગોસ્વામી માટે આ એક સપનું તૂટ્યાં બરાબર છે. બંનેનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો, આવી સ્થિતિમાં દરેકની કોશિશ ઝુલન-મિતાલીને જીત સાથે વિદાય આપવાનો હતો. પરંતુ ભારત સેમીફાઈનલમાં જવાનું ચૂકી ગયું અને આ સાથે જ ભારતનું સપનું પણ તૂટી ગયું.
દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં સાત રનની જરૂર હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ છેલ્લી ઓવર નાંખી, તેઓએ સારી બોલિંગ પણ કરી પરંતુ એક ભૂલ ભારે પડી ગઇ. છેલ્લી ઓવરના પાંચમા બોલ પર ટીમ ઈન્ડિયાને વિકેટ મળી હતી, એવામાં જીતની આશા જાગી હતી. પરંતુ દીપ્તિ શર્માનો તે બોલ નો-બોલ નીકળ્યો, જેમાં એક પણ વિકેટ મળી નહીં, એક રન પણ વધારાનો ગયો અને ફ્રી-હિટ પણ મળી.
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી અને શાનદાર શરૂઆત કરી હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 71 અને શેફાલી વર્માએ 53 રન બનાવ્યા હતા. એ સિવાય કેપ્ટન મિતાલી રાજે 68 તો વાઇસ કેપ્ટન હરમનપ્રીત કૌરે 48 રન બનાવ્યા હતાં. આ ખેલાડીઓની જોરદાર રમતના કારણે ભારત 274 રન બનાવી શક્યું હતું.
78 , 1