CBIએ 2 દિવસ પહેલા જ પ્રખ્યાત બિલ્ડર સંજય છાબડિયાની ધરપકડ કરી હતી
યસ બેંક (Yes Bank) છેતરપિંડી કેસમાં CBI તપાસ નવી દિશામાં આગળ વધી રહી છે. તપાસ એજન્સીએ શનિવારે વિનોદ ગોયંકા અને શાહિદ બલવાના ઠેકાણાઓ પર દરોડા પાડીને તલાશી હાથ ધરી હતી. મુંબઈ-પુણેમાં 8 સ્થળે તલાશી જાણવા મળ્યા મુજબ CBIએ મુંબઈ અને પુણેમાં 8 સ્થળોએ દરોડો પાડ્યો છે.
CBI પુણેમાં બિલ્ડર વિનોદ ગોયંકા અને મુંબઈમાં શાહિદ બલવા તથા અવિનાશ ભોસલેના સ્થળોએ તલાશી લઈ રહી છે. CBIએ YES Bank-DHFL છેતરપિંડી કેસની તપાસના અનુસંધાને આ પ્રકારે દરોડો પાડ્યો છે. CBIએ 2 દિવસ પહેલા જ પ્રખ્યાત બિલ્ડર સંજય છાબડિયાની ધરપકડ કરી હતી.
60 , 2