યુવરાજે કહ્યુ કે, આ કામ ભાજપના IT સેલ અને સોશિયલ મીડિયા સંભાળતી ટીમે કર્યું છે
વન રક્ષકની ભરતીના પેપરલીકના પુરાવાઓ જાહેર કરે તે પહેલા જ ટ્વિટર હેક કરી દેવાયુ છે તેવા યુવા એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કર્યા છે. જેમાં ગાંધીનગર યુવા એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાનુ ટ્વિટર હેક થઈ ગયુ છે. છેલ્લા ત્રણેક વર્ષથી ગુજરાતમાં સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચાલતા કૌભાંડ, ભરતીકાંડ અને પેપરલીકને ઉઘાડા પાડનારા યુવરાજસિંહના @YAJadeja હેન્ડલને આજે સવારે હેક કરી દેવાયુ છે.
ટ્વિટર દ્વારા વેરિફાઇ થયેલુ એકાઉન્ટ હેક થવા સંદર્ભે યુવરાજે કહ્યુ કે, આ કામ ભાજપના IT સેલ અને સોશિયલ મીડિયા સંભાળતી ટીમે કર્યું છે. હેક થયા પછી @raviranabjp હેન્ડલ પરથી રિટ્વિટ પણ થયા છે. વન રક્ષકની ભરતી પરીક્ષામાં પેપર લીકેજના પુરાવા આજે જાહેર થાય એ પહેલા આ કાવતરુ પાર પાડવામા આવ્યુ છે. પેપરલીકના પુરાવાઓ જાહેર કરે તે પહેલા જ ટ્વિટર હેક મે ટ્વિટરને આ સંદર્ભે ફરિયાદ પણ કરી છે. ઉલ્લેખનિય છે કે, ટ્વિટર પર 93,6૦૦થી વધુ યુવા ફોલોઅર્સ ધરાવતા યુવરાજસિંહને ગુજરાત સરકારના અધિકારીઓથી લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના નેતાઓ પણ ફોલો કરે છે. તેમણે LRDથી લઈને બિન સચિવાલય ક્લાર્ક સહિતની આઠથી વધુ ભરતીઓમાં ચાલતા સેટિંગ કાંડને ઉઘાડા પાડ્યા છે.
83 , 1