"કલકી"ની કમાણીનું મેથેમેટિક્સ: એક જ અઠવાડિયામાં કમાઈ લીધા 700 કરોડ, હજી તો ઘણા દિવસો બાકી; જાણો ફિલ્મને OTT પાસેથી કેટલા રૂપિયા મળ્યા?
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04072024_130151_6683894b4a2dd-at-the-north-american-box-office--the-film-has-crossed-the-12-million-mark-as-of-its-first-monday-025953771-16x9.webp)
- 04 Jul, 2024
પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898 એડી' એ 27 જૂને સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવી હતી . આ ફિલ્મ રિલીઝ થયા એ દિવસથી રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. દેશ-વિદેશના બોક્સ ઓફિસ પર આ ફિલ્મ જંગી કમાણી કરી રહી છે. આ ફિલ્મને રીલીઝ થઈ આજે ૮ દિવસ થઈ ગયા છે. એવામાં તેની કમાણી 700 કરોડને પાર કરીને સમગ્ર વિશ્વમાં મનોરંજન ક્ષત્રે સુનામી લાવી દીધી છે.
કલ્કી 2898 એડી ફિલ્મનું અંદાજિત બજેટ 600 કરોડ હોવાની માહિતી મળી છે. બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી આ ફિલ્મની વાર્તામાં હિંદુ પૌરાણિક કથાઓનું મિશ્રણ છે. એક કાલ્પનિક વિશ્વમાં કેટલાક લોકો દીપિકા પાદુકોણના અજાત બાળકને બચાવવાના મિશન પર છે. અજાત બાળક એટલે કલ્કી એમ કહેવાય છે, જે ભગવાન વિષ્ણુનો અવતાર છે.
કલ્કિમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સહિત એ-લિસ્ટર્સનો નક્ષત્ર છે. દક્ષિણ ભારતીય સિનેમામાં એક અગ્રણી નામ દેવરાકોંડા એક નાનકડી ભૂમિકામાં દેખાય છે. પરંતુ તે કથામાં મહત્વ ધરાવે છે. દેવેરાકોંડાનું અર્જુનનું ચિત્રણ ફિલ્મના નાયક, ભૈરવની બેકસ્ટોરી પર પ્રકાશ પાડે છે, સંભવિત સિક્વલ માટે દેવેરાકોંડા તેની ભૂમિકાને વધુ નોંધપાત્ર રીતે ફરીથી રજૂ કરી શકે છે તેવું જણાઈ રહ્યું છે.
ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે કમલ હાસનની કામગીરીની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે. એવામાં કમલ હાસનને પોતાના રોલ અંગે દર્શકોને અંગત અભિપ્રાય આપતા કહ્યું કે ફિલ્મના પ્રથમ ભાગમાં તેમનો રોલ નાનકડો જ છે, હા પણ ફિલ્મના બીજા ભાગની વાત કરી એ તો તેમાં તેમનું પાત્ર વિશાળ છે.
ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને પ્રભાસના અભિનયની તમામ દર્શકોએ ભરપેટ પ્રશંસા કરી હતી. “કલ્કી"માં અમિતાભનું પાત્ર પહેલા હાફ કરતાં બીજા હાફમાં અભિનેતાનો સ્ક્રીન ટાઈમ વધી જાય છે. અમિતાભ તેના આવાજના જાદુથી તેના સંવાદો રજૂ કરે છે તે વખાણવા લાયક છે. પ્રભાસના ભૈરવ અને બુજ્જીએ કલ્કિ 2898 એડીમાં હાસ્યસ્પદ પાત્ર ભજવ્યું છે જ્યારે બીજા હાફમાં પ્રભાસના એક્શન સિક્વન્સ અને એનર્જીની ઉગ્રતા જોવા મળે છે. અમિતાભ સાથેનો તેમનો મુકાબલો ચોક્કસપણે ખાસ પ્રશંસનીય છે.
આ ફિલ્મની વાર્તા અંગે જો થોડું સ્પોઈલર આપતા નાગ અશ્વિને જણાવ્યું હતું કે આ ફિલ્મની વાર્તા કાશી શહેરની ફરતે ફરી રહી છે. જેના પર તેના દેવ યાસ્કિનનું આધિપત્ય છે. જેનું પાત્ર કમલ હસને ભજવ્યું છે,જ્યારે કલ્કિનું પાત્ર પ્રભાસે અને અશ્વત્થામાનો અભિનય અમિતાભ બચ્ચને કર્યો છે. કલ્કિ અવતારના જન્મ અંગેની આ સંપૂર્ણ ફિલ્મનું કથાનક છે.
કલ્કિ ફિલ્મનું હિન્દી વર્ઝન નેટફ્લિક્સે 175 કરોડ રૂપિયામાં ખરીદ્યું હોવાનું કહેવાય છે. જ્યારે ફિલ્મના તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વર્ઝનને એમેઝોન પ્રાઇમ વિડિયો દ્વારા રૂ. 200 કરોડમાં સુનિષિત કર્યા હોવાનું જાણવામાં આવ્યું છે.