માલદીવના રાષ્ટ્રપતિ પર "કાલા જાદુ": મુઈજ્જૂ પર પર્યાવરણ મંત્રી ફાતિમા શમનાજે કર્યું બ્લેક મેજીક, તમે માલદિવની ટૂર પર જવાના હોવ તો ફંડિતા અને શિહિરીથી ચેતજો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27062024_082418_President of Maldives.webp)
- 27 Jun, 2024
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ પર કાલા જાદુ કરવાના આક્ષેપમાં તેમની કેબિનેટના જ એક મંત્રીની ધરપકડ કરવામાં આવી છે. કાલા જાદુના આરોપમાં જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેનું નામ ફાતિમા શમનાજ અલી સલીમ છે. ફાતિમા શમનાજ મુઈજ્જૂ સરકારમાં પર્યાવરણ મંત્રી છે. તેમની સાથે બે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક તેનો ભાઈ છે. બંનેની ધરપકડ પછી તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જ્યાંથી તેમને સાત દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ પહેલા પોલીસે ફાતિમાના નિવાસ સ્થાન પર રેડ કરીને વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી છે. એમ કહેવાઈ રહ્યું છે કે તે તેના ઉપયોગથી કાલા જાદુ કરતી હતી.
અહેવાલોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ મુઈજ્જૂ પર કાલા જાદુ કરીને શમનાજ તેમની ગુડ બુક્સમાં આવવા માંગતી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે તે મુઈજ્જૂ સરકારમાં મહત્વનું પદ પ્રાપ્ત કરવા માંગતી હતી. એક થિયરીથી એ વાત પણ સામે આવી રહી છે કે મુઈજ્જુની પત્ની અને ફર્સ્ટ લેડીએ બદલો લેવાની ભાવનાથી શમનાજને આ મામલામાં ફંસાઈ છે. કારણ કે એવો આરોપ છે કે શમનાજે મુઈજ્જૂની પત્નીનો એક વીડિયો લીક કર્યો હતો. જેમાં તે કોઈ પબમાં ગીત ગાતી અને ડાન્સ કરતી દેખાઈ રહી હતી.
પર્યાવરણ મંત્રી બનતા પહેલા શમનાજ માલે સિટી કાઉન્સિલમાં હેનવીર સાઉથની કાઉન્સિલર હતી. તેણે આ વર્ષે એપ્રિલમાં મુઈજ્જૂ સરકારમાં મંત્રી પદ સંભાળવા માટે કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું હતું. તે આ પહેલા રાષ્ટ્રપતિ કાર્યાલયમાં સારા હોદ્દા પર હતી. તે મુઈજ્જૂ અને તેમની પત્નીની નજીક રહેલા એક મોટા અધિકારી એડમ રમીઝની પૂર્વ પત્ની છે. બંનેના તાજેતરમાં જ છૂટાછેડા થયા છે. આ મામલામાં રમીઝ પર કોઈ પણ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા નથી. આ સિવાય આ મામલામાં તે કોઈ પણ રીતે મળેલા હોવાનું પણ બહાર આવ્યું નથી. શમનાઝને ત્રણ બાળકો છે, જેમાંથી એકની ઉંમર દોઢ વર્ષની આસપાસ છે.
ઉલ્લેખનીય છે કે માલદીવ સરકારે દેશમાં સતત વધી રહેલા કાલા જાદુના પગલે 2015માં એક ચેતવણી જાહેર કરી હતી. માલદીવ સરકારના ઈસ્લામી મંત્રાલયે સાર્વજનિક ચેતવણી બહાર પાડીને કહ્યું હતું કે સમાજમાં કાલા જાદુનો ઉપયોગ વધી રહ્યો છે. લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ.
નોંધનીય છે કે માલદીવમાં કાલા જાદૂને સ્થાનિક ભાષામાં ફંડિતા કે શિહિરી કહેવામાં આવે છે. ઈસ્લામિક કાયદા અંતર્ગત કાલા જાદુમાં દોષી ઠરવા પર ગંભીર સજાની જોગવાઈ છે. ગત મહિને પોલીસે માલદીવની સત્તારૂઢ પાર્ટી તરફથી ચૂંટણી લડનાર એક યુવક પર કાલા જાદુ કરવાના આરોપમાં એક 60 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી છે.