આઝાદી પછી પ્રથમ વખત દિલ્હીમાં આટલો ભારે વરસાદ: દિલ્હીના જળ મંત્રી આતિશીના ઘરની બહાર જ જળબંબાકાર, જુઓ LIVE વીડિયો
- 28 Jun, 2024
દિલ્હીમાં શુક્રવારે સવારથી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જળ સંકટનો સામનો કરી રહેલા દિલ્હીના માર્ગો પર પ્રથમ વરસાદમાં જ ભારે પાણી જોવા મળી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ સરકારમાં જળ મંત્રી આતિશીના નિવાસ સ્થાનની બહાર અને ચારેય તરફ પાણી ભરાઈ ગયું છે.
આતિશીના ઘરની બહારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આતિશીના નિવાસ સ્થાનની બહાર પાણી ભરેલું છે. ઘરની બહાર જ નહીં, તેની અંદર પણ પાણી જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે જળ મંત્રી આતિશીએ દિલ્હીમાં પાણી સપ્લાઈની માંગને લઈને અનિશ્ચિત અનશન કર્યું હતું. જોકે તબિયત બગડવાને કારણે તેમણે આ અનશન સમાપ્ત કર્યું હતું. દિલ્હી-NCRમાં ભારે વરસાદની સાથે ચોમાસાનું આગમન થયું છે. રાજધાનીમાં આજે એટલો વરસાદ પડ્યો છે કે તેણે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર હાલ એ થયો છે કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, લોકો ટ્રાફિકમાં ફસાયા છે. વિવિધ વિસ્તારો પાણીમાાં ગરકાવા થઈ ગયા છે.
વર્ષ 1936 પછી જૂન મહિનામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ થયો છે. તે વર્ષે 28 જૂને 235.5 મિમી વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં જૂનમાં સરેરાશ 80.6 મિમી વરસાદ થાય છે. છેલ્લા 24 કલાકમાં તેનાથી ત્રણ ગણો વરસદ થવાથી લોકોને હાલ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સવારે ઓફિસે જવા નીકળેલા લોકો રસ્તાઓ પર પાણી ભરાઈ જતા કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળ્યાં હતા.