રાજકોટમાં દિલ્હીવાળી થતા-થતા રહી ગઈ: ભારે વરસાદના પગલે પેસેન્જર પિકઅપ એરિયાની કેનોપી ધરાશાયી; જુઓ LIVE વીડિયો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29062024_094009_Gujaratvandan-Rajkot Canopy.webp)
- 29 Jun, 2024
રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. અહીં પણ કદાચ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી જ દુર્ઘટના થાત. હીરાસર ખાતે આવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં લાગેલી કેનોપી વહી ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પીએમ મોદીએ જુલાઈ 2023માં જ રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ એરપોર્ટ 1400 કરોડથી વધુના ખર્ચે બન્યું હતું.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના થતાં થતાં બચી ગઇ હતી. રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પીએમ મોદીએ જુલાઇ 2023 માં રાજકોટ એરપોર્ટની નવી ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1400 કરોડ કરતાં વધુ ખર્ચે આ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
શહેરના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટનાના એક દિવસ પહેલાં શુક્રવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ પર 1 ની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું અને કેટલાક લોકોને ઇજા પહોંચી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાઇક્લોન સિસ્ટમ સક્રિય છે. જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામન વિભાગે એ પણ કહ્યું છે કે આગામી 5 દિવસ સુધી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. આઇએમડીએ દક્ષિણ ગુજરાત માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.
રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થઇ ગયો છે. રૈયા રોડ, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે રોડ પર લાગેલા બેનરો પડી જવા, રોડ પર ભુવો પડવો સહિતની ઘટનાઓ બનતી હોય છે. કેટલીક વખત તેના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિકનો કરવો પડે છે.