રાહુલ ગાંધી Vs ઓમ બિરલા: રાહુલે સ્પીકર ઓમ બિરલાને કહ્યું- તમે PM મોદી સાથે નમીને હાથ મિલાવ્યા, તો બિરલાએ કહી દીધી સમજવા જેવી આ વાત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01072024_123728_Rahul Gandhi 252.webp)
- 01 Jul, 2024
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલા પર સંસદમાં જોરદાર ટિપ્પણી કરી હતી. તેમણે અંગ્રેજીમાં પોતાના ભાષણમાં કહ્યું કે સ્પીકર ઓમ બિરલા, જ્યારે તેમને મળ્યા તો તેમણે ઉભા થઈને, આગળ આવીને હાથ મિલાવ્યા. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાન મોદીને તેઓ મળ્યાં તો તેમની સાથે નમીને હાથ મિલાવ્યા હતા.
રાહુલ ગાંધીએ ટિપ્પણી કરતા સંસદમાં હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદોએ રાહુલ ગાંધીનું સમર્થન કર્યું. લોકસભા સ્પીકરે રાહુલ ગાંધીની ટિપ્પણીનો જવાબ પણ આપ્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના નેતા છે. મારી સંસ્કૃતિ કહે છે કે જે લોકો આપણાથી મોટા છે, તેમને નમીને નમસ્કાર કરો અને જે લોકો તમારી સમકક્ષ છે, તેમની સાથે એ રીતનો વ્યવહાર કરો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં ખુરશી પર બે લોકો બેઠા છે. એક સ્પીકર અને એક ઓમ બિરલા. જ્યારે મોદીજી અને હું તમારી સાથે હાથ મિલાવવા આવ્યા તો મેં કઈંક નોટીસ કર્યું છે. જ્યારે હું તમારી સાથે હાથ મિલાવવા આવ્યો તો તમે મારી સાથે ઉભા થઈને, હાથ મિલાવ્યો. જોકે જ્યારે સ્પીકર સર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા તો તેમણે નમીને હાથ મિલાવ્યા.
રાહુલ ગાંધીની આ ટિપ્પણી પછી સમગ્ર સંસદમાં હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદોએ રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું. લોકસભા સ્પીકરે રાહુલ ગાંધીની ટિપ્પણીનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના નેતા છે. મારી સંસ્કૃતિ કહે છે કે જે લોકો આપણાથી મોટા છે, તેમને નમીને નમસ્કાર કરો અને તમારી સમકક્ષ હોય તેમની સાથે એ પ્રમાણે વ્યવહાર કરો.