:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર : પોતાની જ ટીમના બોલર આર અશ્વિનના શાસનનો અંત આણ્યો...

top-news
  • 07 Feb, 2024

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જસપ્રિત બુમરાહના સનસનાટીભર્યા પ્રદર્શનને કારણે તે બોલરોની વિશ્વ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે.જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો છે. 7 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં આ જમણા હાથના ફાસ્ટ બોલરે 3 ખેલાડીઓને હરાવીને નંબર 1 રેન્કિંગ હાંસલ કરી છે.

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રેન્કિંગમાં ચોથા નંબર પર હતો. પરંતુ છેલ્લી બે ટેસ્ટ મેચમાં બુમરાહે 15 વિકેટ લઈને નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. આમ નંબર 1 બનીને તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો.

જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં નંબર 1 બનવું પોતાનામાં જ મોટી વાત છે. ક્રિકેટ ઈતિહાસમાં તે એકમાત્ર એવો બોલર છે જેણે દરેક ફોર્મેટમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. બુમરાહ ODI અને T20માં નંબર 1 બની ગયો હતો અને હવે તેણે ટેસ્ટમાં પણ આ સ્થાન હાંસલ કર્યું છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર છે.

જસપ્રીત બુમરાહે પોતાની જ ટીમના દિગ્ગજ બોલર આર અશ્વિનના શાસનનો અંત આણ્યો હતો. અશ્વિન લાંબા સમય સુધી નંબર 1 ટેસ્ટ બોલર રહ્યો. હવે અશ્વિન ત્રીજા સ્થાને આવી ગયો છે. કાગિસો રબાડા બીજા સ્થાને અને પેટ કમિન્સ ચોથા સ્થાને છે.

ભારતીય પિચો પર સામાન્ય રીતે સ્પિન બોલરોનું વર્ચસ્વ હોય છે પરંતુ બુમરાહે બધાને ચોંકાવી દીધા હતા અને હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં તબાહી મચાવી હતી. આ ખેલાડી માત્ર 4 ઇનિંગ્સમાં 15 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં તેણે બેટિંગ ફ્રેન્ડલી વિકેટ પર પ્રથમ દાવમાં 6 વિકેટ ઝડપી હતી. આ અદ્ભુત બોલિંગના આધારે તેને બીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો.

જસપ્રીત બુમરાહનું ટેસ્ટ કરિઅર કમાલનું રહ્યું છે. બુમરાહે 34 ટેસ્ટ મેચમાં  20.19ની સરેરાશથી 155 વિકેટ લીધી છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા સામેની તમામ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહે ભારતીય પિચ પર પણ 6 મેચમાં 29 વિકેટ લીધી છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎