:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ટીમ ઈન્ડીયા માટે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના : જય શાહ : ટેસ્ટ ક્રિકેટ ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પૈસા મળશે

top-news
  • 09 Mar, 2024

ટેસ્ટ ક્રિકેટને દેશમાં પ્રોત્સાહન આપવા તેમજ ખેલાડીઓનો ટેસ્ટ મેચ રમવા માટેનો જુસ્સો વધારવા માટે બીસીસીઆઈ દ્વારા મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4-1થી પરાજય આપતા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ભારતની ટેસ્ટ ટીમ માટે મોટી જાહેરાત કરી હતી.

જય શાહે કહ્યું કે હવે ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પૈસા પણ મળશે. જય શાહ દ્વારા એક પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેને ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના નામ આપવામાં આવ્યું છે.શાહે કહ્યું કે મને ભારતની પુરુષ ટેસ્ટ ટીમના ખેલાડીઓ માટે 'ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના' શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે, જેનો ઉદ્દેશ આપણા ખેલાડીઓને વધારે પૈસા આપવાનો છે.

2022-23ની સિઝનથી શરૂ કરીને 'ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ સ્કીમ' ટેસ્ટ મેચ માટે હાલની રૂ.15 લાખની મેચ ફી ઉપરાંત વધારાના આર્થિક લાભો પણ મળશે. ટેસ્ટ મેચ માટેની ફી 15 લાખ રૂપિયા છે, પરંતુ જે ખેલાડી એક સિઝનમાં 75 ટકાથી વધુ મેચ રમનારને મેચ દીઠ 45 લાખ રુપિયા મળશે જ્યારે ટીમમાં સામેલ સભ્યને મેચ દીઠ 22.5 લાખ રૂપિયા મળશે.

જે ખેલાડી 50 ટકા એટલે કે સિઝનમાં લગભગ 5 અથવા 6 મેચ રમે છે, તેને મેચ દીઠ 30 લાખ રૂપિયા મળશે. સાથે જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થનાર ખેલાડીને મેચ દીઠ 15 લાખ રૂપિયા મળશે. સાથે જ જો કોઈ ખેલાડી સિઝનમાં 9 ટેસ્ટ અને 4 કે તેથી ઓછી મેચ રમે છે તો તેને કોઈ પ્રોત્સાહન નહીં મળે. માત્ર મેચ ફી પ્રતિ મેચ 15 લાખ રૂપિયા રહેશે.

ટેસ્ટ ક્રિકેટરો માટે આ સારા સમાચાર એવે સમયે આવ્યાં છે કે જ્યારે ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી લીધી છે. આ જીત બાદ તરત તેમને મોટો લાભ મળ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎