:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

નીતિશ કુમાર રેડ્ડીને ક્રિકેટર બનાવવા પિતાએ છોડી હતી નોકરી: પંજાબ સામેની મેચમાં ટીમને ઉગારી લીધી હતી

top-news
  • 11 Apr, 2024

નીતિશ કુમાર રેડ્ડી સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH)નો ખેલાડી જે 9 એપ્રિલે મુલ્લાનપુરમાં રમાયેલી IPL મેચમાં પંજાબ સામે તેની ટીમ માટે તારણહાર બન્યો હતો. ખૂબ જ નિર્ણાયક સમયે 20 વર્ષીય નીતિશે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 37 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. તેણે બોલિંગમાં એક વિકેટ પણ ઝડપી લીધી હતી.

આ ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે નીતિશને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે આ રોમાંચક મેચ 2 રને જીતી લીધી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં નીતિશના નામે ઘણા મોટા રેકોર્ડ છે. વિરાટ કોહલી તેનો આદર્શ રહ્યો છે. હાર્દિક પંડ્યા સાથેની મુલાકાતે તેની કારકિર્દી બદલી નાખી હતી.

હનુમા વિહારીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં આંધ્રપ્રદેશ તરફથી રમતા નીતિશ રેડ્ડીની પણ પ્રશંસા કરી છે. રેડ્ડીએ હનુમાની આગેવાનીમાં ઘણી મેચ રમી છે. IPL શરૂ થયા પહેલાં જ હનુમાએ નીતિશ વિશે ટ્વિટ કર્યું હતું. ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા હનુમાએ નીતિશ વિશે લખ્યું હતું કે, 'તેનામાં ઇન્વેસ્ટ કરો, તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં ભવિષ્યનો મોટો ખેલાડી છે, બેટિંગ સિવાય તે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે, જે ખૂબ જ શ્રેષ્ઠ છે.

નીતિશ રેડ્ડીને સનરાઇઝર્સ હૈદરાબાદે 2023ની સિઝન પહેલાં ઓક્શનમાં 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર કરારબદ્ધ કર્યો હતો. તેણે 18 મે 2023ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે તેની IPLની શરૂઆત કરી, જ્યાં તેણે બે ઓવરમાં 19 રન આપ્યા. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સિઝનમાં તેણે હૈદરાબાદ માટે 2 મેચ રમી હતી.

નીતિશ વિશે હનુમા વિહારીએ X પર લખ્યું નીતિશ કુમાર રેડ્ડી એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેના પિતાએ તેની કારકિર્દી માટે તેમની નોકરી છોડી દીધી હતી. તેમણે નીતિશને માર્ગદર્શન આપ્યું અને પાલન-પોષણ કર્યું. તેની મહેનત હવે ફળી રહી છે. મેં નીતિશને 17 વર્ષનો હતો ત્યારે જોયો હતો. તેના પર ગર્વ છે, તે ભવિષ્યમાં સનરાઇઝર્સ અને ભારત માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. નીતિશે એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે તેના પિતા એવા પ્રથમ વ્યક્તિ હતા, જેમણે તેના પર વિશ્વાસ કર્યો કે તે એક સારો ક્રિકેટર બની શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎