:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

માધવપુરમાં રાષ્ટ્રીય મેળાનું આયોજન : ગુજરાત - ઉત્તર પૂર્વ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે બીચ રમતોની જંગ

top-news
  • 16 Apr, 2024

પોરબંદર પાસેનો માધવપુરનો રાષ્ટ્રીય મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ મેળામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ યોજવામાં આવશે. જે સૌના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ બીચ ફેસ્ટિવલમાં ગુજરાત અને ઉત્તર પૂર્વ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે બીચ રમતોની જંગ જામશે.

 માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. માધવપુરના મેળામાં રળિયામણા બીચ ઉપર રમતોની રંગત જામશે. પોરબંદરના માધવપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાના મેળાનું આયોજન કરવમાં આવ્યું છે. માધવપુરના મેળામાં આગામી ૧૮ - ૨૦ એપ્રિલ ૨૦૨૪ના રળિયામણા બીચ પર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.

આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં ગુજરાત અને ઉત્તર પૂર્વ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે બીચ રમતોની જંગ જામશે. આ બીચ સ્પોર્ટ્સમાં ઉત્તર-પૂર્વના રાજ્યોના ખેલાડીઓ માટે જુડો અને ટેક્વેન્ડો રમતોની સ્પર્ધાઓ કરવામાં આવશે. જયારે બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ. ૭-અ સાઈટ ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ દોડ, રસ્સાખેંચ જેવી રમતોની ડેમો સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

માધવપુર ઘેડ  ખાતે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મણીના વિવાહનો પ્રસંગ રામનવમીના પાવન પર્વએ ધામધૂમથી ઉજવવામાં આવશે. મેળાનો શુભારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરવામાં આવશે. મેળાના પ્રથમ દિવસે એટલે કે ૧૭ એપ્રિલના જીતુભાઈ દ્વારકાવાળા, રાજુભાઈ બારોટ, સાગર કાચા તેમજ ૧૮ એપ્રિલે ઓસમાણ મીર, આમીરભાઇ મીર અને ૧૯ એપ્રિલના દિવસે એટલે કે મેળાના ત્રીજા દિવસે કિંજલ દવે લોક ડાયરાના આનંદ રૂપે લોકસાહિત્ય અને ભક્તિમય ગીતોની પ્રસ્તુતિ કરશે. ૨૦ એપ્રિલના માયાભાઈ આહીર તેમજ ૧૬ થી ૨૧ એપ્રિલ સુધી વિવિધ કલાકારો માધવપુરના આ રાષ્ટ્રીય કક્ષાના મેળામાં લોક ડાયરાની જમાવટ કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમો આનંદ અને ઉત્સાહથી માનવ મહેરામણ માણી શકે તે માટે વિશાળ એ.સી.ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎