:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

આવતીકાલથી એશિયા કપ T20 મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો થશે પ્રારંભ : ભારત સાથે મળીને આઠ દેશો શ્રીલંકાની ધરતી પર રંગ જમવાશે, હરમનપ્રીત કૌર કરશે ટીમનું નેતૃત્વ

top-news
  • 18 Jul, 2024

 આવતીકાલ 19 મી જુલાઇથી એશિયા કપ T20 મહિલા ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન શ્રીલંકાની  ધરતી પર કરવામાં આવ્યું છે. જ્યાં ભારત સાથે મળીને બીજા આઠ દેશની મહિલા ક્રિકેટર T-20 મેચ રમશે. તમામ 8 ટીમોને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ભારતીય મહિલા ટીમ ગ્રુપ-એમાં સામેલ છે. આ A ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ સામેલ છે. જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા અને થાઈલેન્ડની ટીમ સામેલ છે. આ ટુર્નામેન્ટમાં બે સેમી ફાઈનલ અને ફાઈનલ સહિત કુલ 15 મેચ રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 28 જુલાઈના રોજ રમાશે.

આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ભારત સાથે બાંગલાદેશની મહિલા ક્રિકેટ ટીમ શ્રીલંકાના દાંબુલા પહોંચી હતી. તે દરમિયાન શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ભારત અને બાંગલાદેશના ટીમના સભ્યોની તસવીર પોસ્ટ કરી હતી.જેમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, શ્રેયંકા પાટિલ અને જેમિમાહ રોડ્રિગ્ઝ એરપોર્ટથી બહાર નીકળતી જોવા મળી રહી છે. એશિયા કપ માટે ભારતીય મહિલા ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 19 જુલાઈએ પાડોશી દેશ પાકિસ્તાન સામે રમવાની છે. 




ત્યારબાદ બીજી મેચ 21 જુલાઈએ UAE અને 23 જુલાઈએ ત્રીજી મેચ નેપાળ સામે રમાશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તેણે રેકોર્ડ સાત વખત આ ટૂર્નામેન્ટ જીતી છે. બાંગ્લાદેશમાં ઓક્ટોબરમાં યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટ દેશ માટે મહત્વપૂર્ણ છે. તેનાથી ભારતીય ટીમની તૈયારીઓનું મહત્વનું આકલન થઇ શકશે. ચલો હવે જાણીએ કોણ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં.. 

મહિલા T20 એશિયા કપ માટે ભારતીય ટીમ: 
હરમનપ્રીત કૌર (C), સ્મૃતિ મંધાના (VC), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (WK), ઉમા છેત્રી (WK), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના. , રાધા યાદવ, શ્રેયંકા પાટિલ અને સજના સજીવન. 

જ્યારે રિઝર્વડ ખેલાડીઓમાં ....... 
શ્વેતા સેહરાવત, સાયકા ઈશાક, તનુજા કંવર અને મેઘના સિંહના નામ સામેલ કરેલ છે.