:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે

top-news
  • 22 Jul, 2024

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર શ્રીજેશે સોમવારે જાહેરાત કરી હતી કે તે પેરિસ ગેમ્સ બાદ રમતમાંથી સંન્યાસ લઈ લેશે. આ વખતે ઓલિમ્પિક ટીમ ઈન્ડિયા અને તેના પ્રશંસકો માટે વધુ ખાસ અને ભાવનાત્મક બનવા જઈ રહ્યું છે, કારણ કે છેલ્લા બે દાયકાથી ટીમના ગોલની દિવાલ બની રક્ષા કરનાર દિગ્ગજ ગોલકીપર પીઆર શ્રીજેશએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓલિમ્પિક 2024માં ફરી એકવાર તમામની નજર ભારતીય હોકી ટીમ પર રહેવાની છે.

ઓલિમ્પિક માટે પેરિસ પહોંચ્યાના માત્ર બે દિવસ પછી ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે 22 જુલાઈએ 'X' પર એક પોસ્ટમાં નિવૃત્તિની જાહેરાત કરી. 36 વર્ષીય શ્રીજેશે કહ્યું કે તે તેની કારકિર્દીના નિર્ણાયક મોડ પર ઉભો છે અને તેનું હૃદય ગર્વથી ભરેલું છે. શ્રીજેશે તેના કોચ, તેના પરિવાર, સાથી ખેલાડીઓ અને પ્રશંસકોનો આભાર માન્યો અને તેની કારકિર્દીની મોટી ઉપલબ્ધિઓને યાદ કરતાં કહ્યું કે અહીં તે તેના કેરીયરનો અંત લાવવા જઈ રહ્યો છે અને એક નવો અધ્યાય શરૂ કરવાનો છે.


કોચીમાં જન્મેલા પરથુ રવિન્દ્રન શ્રીજેશે 2006માં 18 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે શરૂઆતમાં સિનિયર ગોલકીપરના કારણે શ્રીજેશને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે લાંબો સમય રાહ જોવી પડી હતી અને ઘણીવાર તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ 2011 પછી તેણે ટીમ ઈન્ડિયાની દિવાલ તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી. અહીંથી શ્રીજેશે પોતાની એકલા ગોલકીપિંગના આધારે ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ઈવેન્ટ્સમાં ઘણી મેચ જીતી કે બચાવી. તેને 2014 અને 2018 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ગોલકીપર એવોર્ડ પણ મળ્યો હતો.

ત્યારબાદ 2016માં શ્રીજેશને ભારતીય ટીમની કમાન સંભાળવાની તક મળી, જ્યાં તેમના નેતૃત્વમાં ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. ત્યારબાદ ટોક્યો 2020માં શ્રીજેશ સહિત સમગ્ર ટીમે કમાલ કરી જેની દેશ ઘણા દાયકાઓથી દેશ રાહ જોઈ રહ્યો હતો. સેમિફાઇનલમાં હાર્યા બાદ ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને હરાવીને 41 વર્ષ બાદ મેડલ જીત્યો હતો. શ્રીજેશે છેલ્લી 5 મિનિટમાં ઘણા પેનલ્ટી કોર્નર અને ઘણા શોટ બચાવીને આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ટીમને આ યાદગાર મેડલ અપાવ્યો હતો.

આ સિવાય શ્રીજેશ 2014 અને 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો પણ ભાગ હતો. શ્રીજેશ 2014 અને 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ટીમનો પણ ભાગ હતો. આ સિવાય 2022માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં શ્રીજેશની મહત્વની ભૂમિકા હતી. હવે શ્રીજેશ જે તેની છેલ્લી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છે, તેની પાસેથી ફરી એકવાર ટોક્યો જેવા કમાલની અપેક્ષા રાખવામાં આવશે, જેથી તે અન્ય મેડલ સાથે ભારતીય હોકી સાથેની તેની અદ્ભુત સફરનો અંત લાવી શકે.