:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

પેરિસ ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ આવ્યા ખરાબ સમાચાર : OLYMPICના બે ખેલાડી રમતા પહેલા જ મેદાનમાંથી બહાર થયા,જાણો શું છે કારણ

top-news
  • 24 Jul, 2024

વિશ્વનો સૌથી મોટો ખેલ મહાકુંભ ઓલિમ્પિક 2024  ટુંક સમયમાં પેરિસ ખાતે શરુ થવા જઈ રહ્યો છે. માત્ર બે દિવસના સમય ગાળા બાદ ખેલ મહાકુંભનો સત્તાવાર રીતે પ્રારંભ થશે ,આ વર્ષે ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે 24 જુલાઈથી  એટલે કે આજથી ફૂટબોલ અને રગ્બી સેવન્સની શરૂઆત થઈ ગઈ છે અને 25 જુલાઈથી  તીરંદાજી અને હેન્ડબોલ સહિતની રમત શરૂ થશે 

એકંદરે, મલ્ટિસ્પોર્ટ ઇવેન્ટ 19-દિવસના સમયગાળા માટે આયોજિત થઈ છે. 26 જુલાઇના રોજ ઓલિમ્પિકની ઉજવણીની પરેડમાં વિશ્વભરના રમતવીરો ભાગ લે છે.સમગ્ર વિશ્વમાંથી 10,000 થી વધુ એથ્લેટ્સ સ્પર્ધા માટે ફ્રાન્સની રાજધાની શહેરમાં જઈ રહ્યા છે.જેમાં દરેક દેશ એથ્લેટ્સ માટે વિશિષ્ટ પોશાક ડિઝાઇન કરે છે, જેની અદ્ભુત ડિઝાઇન નયન રમ્ય હોય છે.ઓલિમ્પિકમાં ભાગ લેવા વિવિધ દેશના ખેલાડીઓ પેરિસ પહોંચી ચૂક્યા છે, જયારે કેટલાક ટુંક સમયમાં પહોંચશે.



પ્રાપ્ત માહિતી મુજબ દરેક ખેલાડી પોતાની રમતની પ્રેક્ટિસ કરવામાં મશગુલ છે.એવામાં સમાચાર આવી રહયા છે કે ઓલમ્પિક રમતોમાં હવે કોરોનાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તેથી રૅમતોસ્તવ શરૂ થવાના થોડા કલાક પહેલા કોરોનાનો ભય આ ઈવેન્ટમાં પણ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાની ટીમની 2 મહિલા ખેલાડી કોરોના પોઝિટિવ આવી છે. આ ખેલાડી વોટર પોલો રમત સાથે જોડાયેલ છે, તેથી તેમને તરતજ પોઝિટિવ આવ્યા બાદ  અલગ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

વધુ માં જણાવવાનું કે કોરોના મહામારીને કારણે 2020 ટોક્યો ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી.  આ મામલે ઓસ્ટ્રેલિયાની ઓલિમ્પિક ટીમની મેયર્સે કહ્યું,કે સાવચેતીના પગલાં સ્વરૂપે સાથી ખેલાડી માસ્ક પહેરશે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરશે. ત્યારબાદ તેમની સાથે રહેલા અન્ય ખેલાડીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. પરંતુ સદનસીબે આ ખેલાડીઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.
 


તેથી ઓસ્ટ્રેલિયાની ઓલિમ્પિક સમિતિએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે  ટીમના કોઈ અન્ય ખેલાડી કોવિડ પોઝિટિવ આવ્યા નથી. વધુમાં કોવિડ પોઝિટિવ ખેલાડીઓએ અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી ન હોવાને કારણે અન્ય ખેલાડીઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.આ સત્તાવાર નિવેદનમાં ખેલાડીઓમાં ભય ઉત્પન્ન ન થાય તેથી બંન્નેના નામ જણાવવામાં આવ્યા નથી.

ફ્રાન્સની સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, દેશમાં કોવિડના કેસોમાં થોડો વધારો થયો છે. પરંતુ આરોગ્ય પ્રધાન ફ્રેડરિક વેલેટોક્સે કહ્યું કે હવે આ રોગથી કોઈ મોટું જોખમ રહ્યું  નથી. આપણે જે કોરોના 2020, 2021, 2022 માં જોયો તેનાથી પ્રમાણમાં ખૂબ નાનો છે. તેથી ડરવાની અને ચિંતા કરવાની જરૂર નથી, ફક્ત સાવચેતી જ જરૂરી છે.