:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

41 વર્ષ બાદ ઓલિમ્પિક ઓર્ડરનો સન્માન એક ભારતીયને મળ્યો કોને મળે છે આ સન્માન ,જાણો તેની વિશિષ્ટતાઓ

top-news
  • 25 Jul, 2024

10 ઓગસ્ટનો દિવસ શૂટર અભિનવ બિન્દ્રાના જીવનમાં એક તવારીખ બનવા જઇ રહી છે. એ દિવસે પેરિસમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ(આઇઓસી) દ્વારા તેમનું ઓલિમ્પિક ઓર્ડર નામના પુરસ્કારથી સન્માન કરવામાં આવશે. બિન્દ્રા આ સન્માન મેળવનાર બીજા ભારતીય છે. આ પહેલાં આ પુરસ્કાર ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને આપવામાં આવ્યો છે.જે વર્ષ 1983માં મુંબઈમાં આયોજિત એવોર્ડ સમારોહમાં આપવામાં આવ્યો હતો. 

આ અવોર્ડની શરૂઆત 1975માં કરવામાં આવી હતી, જ્યારે ભવિષ્યમાં આ અવોર્ડ ગોલ્ડ કેટેગરીમાં રાજ્યોના વડાઓ અને વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવશે. એવું ઓલિમ્પિક સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું . IOC ઓલિમ્પિકની યજમાની કરી રહેલા દેશના રાજ્યના વડાને પણ આ અવોર્ડ આપે છે.

ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક ચળવળમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓલિમ્પિક ઓર્ડર એ અસાધારણ સેવા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ સન્માન છે. તેમની સિદ્ધિ માટે અસંખ્ય અગ્રણી વ્યક્તિઓ તરફથી પ્રશંસા મેળવી છે જેમાં વડાપ્રધાન મોદીએ પણ આ પુરસ્કાર બદલ બિન્દ્રાને અભિનંદન પાઠવ્યા છે. 



IOC પ્રમુખ થોમસ બેચે અભિનવ બિન્દ્રાને પત્ર લખીને આ જાણકારી આપી છે. પત્રમાં લખવામાં આવ્યું છે- 'IOC એક્ઝિક્યુટિવ બોર્ડે નિર્ણય કર્યો છે કે ઓલિમ્પિક મોમેન્ટમાં તમારી પ્રશંસનીય સેવા માટે તમને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવી રહયા છે.ઉપરાંત બેચે અભિનવને અવોર્ડ સેરેમની માટે પણ આમંત્રણ આપ્યું છે. ભારતના યુવા અને રમત બાબતોના  મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ  બિન્દ્રાને અભિનંદન આપતા  જણાવ્યું કે તેમની ઉપલબ્ધિથી રાષ્ટ્રીય ગૌરવની લાગણી થાય છે અને અન્ય રમતવીરો માટે પ્રેરણા સમાન છે. 
 
આ સન્માન અભિનવને પેરિસ ઓલમ્પિક સમાપનથી એક દિવસ પહેલા 10 ઓગસ્ટ, 2024ના રોજ પેરિસમાં 142મી IOC સત્રમાં આપવામાં આવશે. ઓલમ્પિક ઓર્ડર પુરસ્કાર, IOC નું સર્વોચ્ચ એવોર્ડ છે, જે ઓલમ્પિક ચળવળ પ્રત્યે વિશેષતા આપે છે. નોંધનીય છે કે બિન્દ્રાને  2008 બીજિંગ ઓલમ્પિક માં પુરુષોની 10 મીટર એર રાયફલ સ્પર્ધા જીતીને વ્યક્તિગત ઓલંપિક સ્વર્ણ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા.અભિનવ બાદ 2021માં નીરજ ચોપરાએ જેવલિન થ્રો ઇવેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ જીત્યો છે.