World Cup 2023 અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ શરૂ

- 14 Oct, 2023
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈમુકાબલો શરૂ થઈ ગયો છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે.
આજે અમદાવાદમાં મેચ શરુ થાય તે પહેલા સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો માટે એક ખાસ એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ ચાહકો માટે હતો. આ ઇવેન્ટ ટેલિકાસ્ટ કે લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો ન હતો. કાર્યક્રમની શરૂઆત શંકર મહાદેવનના ગીતોથી થઈ હતી.
અરિજિતે ટોસ પહેલા પ્રદર્શન કર્યું
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા બોલિવૂડ સિંગર્સે પરફોર્મ કર્યું હતું. જોકે તેનું લાઈવ ટેલિકાસ્ટ થયું ન હતું. અરિજિત સિંહ, સુનિધિ ચૌહાણ અને શંકર મહાદેવને મેદાનમાં પરફોર્મ કર્યું હતું.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), ઈમામ-ઉલ-હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ.