:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

World Cup 2023 IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન

top-news
  • 14 Oct, 2023

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને એકતરફી હાર આપી છે. ભારતે કટ્ટરહરિફ પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો છે. ભારતને મળેલા 192 રનના ટાર્ગેટને 30.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે 86 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 53* રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ જ્યારે હસન અલીને 1 વિકેટ મળી હતી. જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગના કારણે તેને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતની વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આ સતત આઠમી જીત છે. અગાઉ સાત વખત પણ ભારતને પાકિસ્તાન સામે એકતરફ જીત મળી છે. આ જીત સાથે જ ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું છે.

ટીમ ઈન્ડિયા પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર, NRR સારી રહે માટે જલદી ચેઝ કર્યો
ટીમ ઈન્ડિયાને 192 રનનો સામાન્ય ટાર્ગેટ મળ્યો હતો. ટીમે શરૂઆત શાનદાર કરી હતી. કેપ્ટન રોહિત અને શુભમન ગિલે સારી શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં 79 રન બનાવી લીધા હતા. ગિલ અને વિરાટની વિકેટ પડ્યા પછી પણ રોહિતે પોતાની રીતે ફટકાબાજી ચાલુ રાખતા વધુ એક અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાની જલદી ચેઝ કરવાની વ્યૂરચનાથી પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર ભારત પહોંચ્યું છે. ઉપરાંત પાછળથી પણ NRR સારી રહે તે માટે આ ટાર્ગેટને સરળતાથી ચેઝ કરી લીધો હતો.