:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

તમે મારો અવાજ દબાવી નહી શકો: કોંગ્રેસની નીતિની કોઈ ગેરંટી નથી અને મારી ગેરંટી પર સવાલ ઉઠાવે છે-મોદી

top-news
  • 07 Feb, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ માં લોકસભાની જેમ રાજ્યસભામાં પણ કોંગ્રસ પર આકાર પ્રહારો કરીને તીખા તમતમતા ચાબખા લગાવ્યાં હતા.  તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે ઉતર દક્ષિણને તોડવાની વાત કરી રહ્યાં છે. કોંગ્રેસના રાજમાં નકસલવાદને દેશ માટે સમસ્યા સર્જી છે. સેનાનું આધુનિકરણ કરતા અટકાવી દીધી અને દેશની આંતરીક સુરક્ષા માટે પ્રવચન કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે કેટલાક સાથીદારો માટે આલોચના કરવી, ટિકા કરવી તેમની મજબૂરી હતી તેમના પ્રત્યે હુ સંવેદના વ્યક્ત કરુ છુ. લોકસભામાં મનોરંજનની ખામી તમે પૂર્ણ કરી છે તેમ ખડગેને કહ્યું હતું. તેમની પાસે જે બે કમાન્ડો રહેતા હોય છે તે તેમની પાસે નથી. આથી ખડગે એ સ્વતંત્રાનો ફાયદો ઉઠાવ્યો છે.

તમે મારો અવાજ દબાવી નહી શકો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રાજ્યસભામાં કહ્યું કે મારા અવાજને તમે દબાવી નહી શકો. દેશની જનતાએ મને આ તાકાત આપી છે તેના આશિર્વાદથી આ અવાજ નીકળી રહ્યો છે.

કોંગ્રેસ વિચારથી પણ આઉટ ડેટેડ થઈ...
પશ્ચિમ બંગાળમાંથી એક એવો અવાજ આવ્યો કે, કોંગ્રેસ 40નો આંક પાર નહી કરી શકે. પણ હુ તમને 40નો આંક પાર કરો તેમ કહુ છુ. વિચારથી પણ પાર્ટી આઉટ ડેટેડ થઈ ગઈ છે. દેશ પર વર્ષો સુધી રાજ કરનાર પાર્ટીની આવી હાલત જોઈને અમને તેમના પ્રત્યે સંવેદના છે.

કોંગ્રેસના નેતા- નીતિની કોઈ ગેરંટી નથી અને મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવે છે
કોંગ્રેસ ઉપર વાકપ્રહાર કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બાબાસાહેબને ભારત રત્ન ના આપ્યો પણ પોતાના પરિવારને ભારત રત્ન આપ્યો. અમને સામાજીક ન્યાયના પાઠ ભણાવી રહી છે. જે કોંગ્રેસને નેતા, નીતિની કોઈ ગેરંટી નથી તે મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવે છે.

એક રૂપિયો મોકલવામાં 15 પૈસા પહોચતા હોવાની વાત કરનારે સુધારો ના કર્યો
પોતાના કર્મના ફળ આ જન્મમાં જ ભોગવવા પડતા હોય છે તેમ કહીને વડાપ્રધાને કહ્યું કે, આપણો વિકાસ ધીમો થયો છે. અને ફિસકલ ડેફિસીટ ઓછો થયો છે. કરન્ટ ડેફિસીસ ખૂબ વધી છે. આ નિવેદન યુપીએ સરકારના 10 વર્ષના શાસનકાળ દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહન સિહના છે. દેશમાં વ્યાપક ગુસ્સો છે. પબ્લિક ઓફિસના ગેરઉપયોગ માટે ગુસ્સે છે. આ પણ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના શબ્દો છે. ટેક્સ કલેકકશનમાં ભ્રષ્ટાચાર થયો છે. મોદીએ એમ પણ કહ્યું કે, એક રૂપિયો મોકલવામાં 15 પૈસા પહોચતા હોવાની વાત કરનારે સુધારો ના કર્યો.

10 વર્ષમાં દેશને સંકટ - સમસ્યામાંથી બહાર કાઢવામાં કાર્ય કર્યું
ભાજપની મોદીની 10 વર્ષની સરકારના લેખાજોખા અંગે વડાપ્રધાને કહ્યું કે, દેશને અનેક સંકટ અને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. દેશને ગુલામીની માનસીકતામાંથી બહાર કાઢવા માટે કોંગ્રેસે ક્યારેય કોઈ કામ જ નથી કર્યું.  અંગ્રેજોએ બનાવેલ દંડસંહિતાને કેમ ના બદલ્યો. આ જ દર્શાવે છે કે, અંગ્રેજોને પ્રભાવિત કરવામાં કોંગ્રસ રચીપચી રહી હતી.

કોંગ્રેસ, દેશને ગુલામ બનાવનાર અંગ્રેજોથી પ્રેરિત અને પ્રભાવિત છે
કોંગ્રેસ અંગ્રેજોથી પ્રભાવિત હતી. પ્રેરીત હતી તેમ જણાવીને મોદીએ કહ્યું કે, અદામાન નિકોબારમાં અંગ્રેજોની સત્તાના નિશાનો કેમ લટકી રહ્યાં છે. સૈનાના જવાનોના સન્માન માટે વોર મેમોરિયમ પણ બનાવી ના શક્યા.

યુવા, નારી, ગરીબ ને લગતા ચાર સ્તંભ મજબૂત કરવાની આવશ્યકતા
મેક ઈન ઈન્ડિયા કોઈ બોલે તો કોંગ્રેસના પેટમાં ઉંદરો દોડવા લાગે છે. હવે સમય વીતી ગયો છે તેના પરિણામ ભોગવી રહ્યાં છે. રાષ્ટ્રપતિએ, યુવા, નારી, ગરીબ અને અન્નદાતાના સંબોધન કર્યું હતું. તેમના સ્વપ્ન પણ એક સમાન છે. પણ જો તેમના સમાધાન કરવુ હોય તો આ ચાર સ્તંભને મજબૂત કરવાથી દેશ આગળ વધશે.

કોંગ્રેસ જન્મજાત દલિત વિરોધી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ જન્મજાત દલિત વિરોધી હતી. નહેરુના શબ્દોને ટાંકિને મોદીએ કહ્યું કે, નહેરુ જે કહે તે કોંગ્રેસ માટે પથ્થરની લકિર સમાન છે. કોંગ્રેસ માટે અનેક ઉદાહરણો આપી શકાય તે પૈકીના એક ઉદાહરણ એ છે કે,  કાશ્મીરના અનુ જાતિ, અનુ. જનજાતિ, ઓબીસીને સાત દશકો સુધી અધિકારોથી વંચિત રાખ્યા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને આરક્ષણ આપતુ બિલ પસાર કર્યું
પ્રિવેન્સીલ એટ્રોસિટી એક્ટ નહોતો. અમે 370ની કલમ હટાવીને આ અધિકાર તેમને આપ્યો તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડોમીસાઈલનો અધિકાર વાલ્મિકી સમાજના લોકોને નહોતો અપાયો. સ્થાનિક ચૂંટણીમાં ઓબીસીના આરક્ષણનુ બીલ ગઈકાલે લોકસભામાં મંજૂર થયું.

સબ કા સાથ સબ કા વિકાસ એ સૂત્ર નથી મોદીની ગેરંટી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, સબ કા સાથ સબ કા વિકાસ એ સૂત્ર નથી મોદીની ગેરંટી છે.

કોંગ્રેસે જાહેર સાહસોને ડૂબાડ્યા અમે સધ્ધર કર્યા...
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જાહેર સાહસોને કોંગ્રેસે ડૂબાડી દીધા. અમે જાહેર સાહસોને સધ્ધર કર્યાં. બીએસએનએલ મેડ ઈન ઈન્ડિયા ફોર જીમાં આગળ વધી રહ્યું છે. એચએએલ વિક્રમી ઉત્પાદન અને વિક્રમી આવક રળી રહ્યાં છે. એલઆઈસી માટે પણ ખરાબ વાતો કરાઈ. અફવા ફેલાવી. જુઠ્ઠાણો ફેલાવ્યા. પણ એલઆઈસી અંગે કહેવા માંગુ છુ કે, આજે એલઆઈસીના શેર રેકોર્ડ ભાવ છે.

કોંગ્રેસે જાહેર સાહસોને ડૂબાડ્યા અમે સધ્ધર કર્યા.. 
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જાહેર સાહસોને કોંગ્રેસે ડૂબાડી દીધા. અમે જાહેર સાહસોને સધ્ધર કર્યાં. બીએસએનએલ મેડ ઈન ઈન્ડિયા ફોર જીમાં આગળ વધી રહ્યું છે. એચએએલ વિક્રમી ઉત્પાદન અને વિક્રમી આવક રળી રહ્યાં છે. એલઆઈસી માટે પણ ખરાબ વાતો કરાઈ. અફવા ફેલાવી. જુઠ્ઠાણો ફેલાવ્યા. પણ એલઆઈસી અંગે કહેવા માંગુ છુ કે, આજે એલઆઈસીના શેર રેકોર્ડ ભાવ છે 

દેશના વિકાસ માટે જરૂરી છે રાજયનો વિકાસ .. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયે કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા કેવા અન્યાય કરવામાં આવતા હતા તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, દેશના વિકાસ માટે જરૂરી છે રાજ્યનો વિકાસ જો રાજ્યનો વિકાસ ના થાય તો દેશનો વિકાસ ના થાય. રાજ્ય એક ડગલું ચાલે તો દેશ બે ડગલા ચાલે છે.

વિદેશી મહેમાનો દિલ્લીને બદલે દેશના રાજ્યોમાં પણ જાય તેવો આગ્રહ હોય છે.. 
જી 20ના આયોજન અંગે વડાપ્રધાને કહ્યું કે, જી 20ની તમામ બેઠકો દિલ્લીમાં કરી શકતા હતા. પરંતુ અમે તેનો શ્રેય રાજ્ય સરકારોને આપ્યો. દરેક રાજ્યમાં જી 20ની બેઠકો યોજી. પહેલા પણ વિદેશી મહેમાનો આવતા હતા આજે પણ આવે છે. મારો આગ્રહ છે કે, વિદેશી મહેમાન એક દિવસ રાજ્યમાં પણ જાય જેથી પુરી દુનિયાને દેશનો પરીચય મળે.

પાંચ વર્ષમાં તબીબી સેવા સસ્તી અને સરળ થશે
ગરીબોને મોદીની ગેરંટી છે સસ્તી દવાનો લાભ મધ્યમવર્ગને મળતી રહેશે. ખેડૂતોને સન્માનનીધિ મળતી રહેશે. ગરિબોને પાકા મકાન આપવાની ગેરંટી રહેશે. નળ સે જળ આપવાની મોદીની ગેરંટી છે. આ તમામ કામ ઝડપથી કરાશે. વિકાસની ગતિ અને રસ્તો અપનાવ્યો છે તે સહેજે પણ ધીમો નહી પડવા દેવાય. અમારી સરકારની ત્રીજી ટર્મ બહુ દુર નથી કેટલાક લોકો મોદી 3. કહે છે. જે વિકસીત ભારતના પાયાને મજબૂત કરવા માટે જરૂરી છે. ડોકટરોની સંખ્યા અનેક ગણી વધશે. ઈસાજ સસ્તો અને સરળ થશે

સમગ્ર દેશમાં પીએનજીનું નેટવર્ક વિસ્તારમાં આવશે
સોલાર પાવરથી વીજળી બીલ શુન્ય કરવાનું આયોજન આગામી પાંચ વર્ષામાં કરાશે. પાઈપલાઈન દ્વારા ગેસનું કનેકશન સમગ્ર દેશમાં પાથરવાનુ આયોજન છે. ટીયર 2-ટીયર 3 શહેરનો વિકાસ થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎