:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

વધુ ત્રણ મહાનુભાવોને મળશે ભારત રત્ન: પીએમ મોદીએ કરી જાહેરાત....

top-news
  • 09 Feb, 2024

ભારતના ત્રણ મહાનુભાવોને PM મોદીએ આજે  ભારત રત્ન આપવાની  જાહેરાત કરી છે .પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહ , પૂર્વ પીએમ નરસિમ્હા રાવ  અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને  ભારત રત્ન એનાયત કરવામાં આવશે. પીએમ મોદીએ એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

વાસ્તવમાં આરએલડી ચીફ જયંત સિંહના દાદા અને ખેડૂતોના મસીહા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે. ત્યારે આ જાહેરાત બાદ ત્યાં પણ ખુશીનો માહોલ જોવા મળશે.આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશાં રાષ્ટ્રનિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમર્જન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમર્જન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે.

નરસિમ્હા રાવ કોંગ્રસના વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ એ મહત્ત્વપૂર્ણ પગલાં દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો, જેમણે ભારતને વૈશ્વિક બજારો માટે ખોલ્યું, જે આર્થિક વિકાસના નવા યુગ તરફ દોરી ગયું. વધુમાં, ભારતની વિદેશનીતિ, ભાષા અને શિક્ષણક્ષેત્રોમાં તેમનું યોગદાન એક એવા નેતા તરીકેના તેમના બહુપક્ષીય વારસાને રેખાંકિત કરે છે, જેમણે માત્ર નોંધપાત્ર ફેરફારો દ્વારા ભારતનું નેતૃત્વ જ નહીં પરંતુ એના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને પણ સમૃદ્ધ બનાવ્યું.''

પીએમ મોદીએ લખ્યું, “આ ખૂબ જ આનંદની વાત છે કે ભારત સરકાર આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ડૉ. એમ.એસ. સ્વામિનાથનજીને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

અને ભારતીય કૃષિના આધુનિકીકરણ તરફ ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા હતા. અમે એક સંશોધક અને માર્ગદર્શક તરીકે, ઘણા વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહિત કરવામાં તેમનાં અમૂલ્ય કાર્યને પણ ઓળખીએ છીએ. ડૉ. સ્વામિનાથનના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વએ માત્ર ભારતીય કૃષિમાં જ પરિવર્તન કર્યું નથી, પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી છે. તેઓ એવી વ્યક્તિ હતી, જેમને હું નજીકથી જાણતો હતો અને હું હંમેશાં તેમની આંતરદૃષ્ટિ અને એમની જાણકારી ની કદર કરતો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎