:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો પ્રતિબંધ હટાવ્યો WFIએ તેના એથ્લેટ કમિશનની પુનઃ ચૂંટણી યોજવી પડશે

top-news
  • 14 Feb, 2024

 યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ એ ભારતીય રેસલિંગ ફેડરેશન પર લાદવામાં આવેલ સસ્પેન્શન તાત્કાલિક અસરથી હટાવી લીધું છે. WFI સમયસર ચૂંટણી કરાવવામાં નિષ્ફળ જતાં યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ગયા વર્ષે ઓગસ્ટમાં રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું હતું. ડિસિપ્લિનરી ચેમ્બરે નક્કી કર્યું કે સસ્પેન્શન લાદવા માટે પર્યાપ્ત આધારો છે, કારણ કે ફેડરેશનમાં ઓછામાં ઓછા છ મહિનાથી આ સ્થિતિ હતી.

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ 9 ફેબ્રુઆરીના રોજ સસ્પેન્શનની સમીક્ષા કરવા માટે મળ્યા હતા. તમામ મુદ્દાઓને ધ્યાનમાં લીધા બાદ સસ્પેન્શન હટાવવાનો નિર્ણય કર્યો હતો. હવે WFIએ તેના એથ્લેટ કમિશનની પુનઃ ચૂંટણી યોજવી પડશે. આ કમિશન માટેના ઉમેદવારો સક્રિય એથ્લેટ હોવા જોઈએ. જ્યારે ચાર કે તેથી વધુ વર્ષ પહેલાં નિવૃત્તિ લઈ ચૂકેલા એથ્લેટ્સ ચૂંટણી લડી શકશે નહીં.

આ ચૂંટણીઓ ટ્રાયલ અથવા કોઈપણ વરિષ્ઠ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ દરમિયાન યોજવામાં આવશે. આ ચૂંટણીનું આયોજન 1 જુલાઈ 2024 પહેલા કરવુ પડશે.
WFI એ UWWને તરત જ લેખિત બાંયધરી આપવી જોઈએ કે તમામ WFI ઈવેન્ટ્સ ખાસ કરીને ઓલિમ્પિક ગેમ્સ અને અન્ય કોઈપણ મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં કોઈપણ ભેદભાવ વિના ભાગ લેવા માટે તમામ રેસલર્સને ધ્યાનમાં લેવામાં આવશે.

UWW રેસલર્સના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં તેમનો સંપર્ક કરશે. હવે ભારતીય રેસલર્સ આગામી UWW ઈવેન્ટમાં તેમના દેશના ધ્વજ હેઠળ ઈવેન્ટમાં રમી શકશે. સસ્પેન્શન હેઠળ ભારતીય  રેસલર્સએ UWW ધ્વજ હેઠળ સ્પર્ધા કરવી પડી હતી.મહિલા રેસલર્સના યૌન શોષણના આરોપ અને રેસલર્સના આક્રમક વિરોધને કારણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

થોડા સમય પહેલા થયેલી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહની નજીકના સંજય સિંહની પેનલનો વિજય થતા, રેસલર્સે ભારે વિરોધ શરુ કર્યો હતો.ત્યાર બાદ રમત ગમત મંત્રાલય દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની નવી બોડીને હટાવીને સંજય સિંહની માન્યતા રદ્દ કરવામાં આવી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎