:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સમગ્ર દેશમાં પહેલી જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં : અંગ્રેજોના સમયમાં બનેલા ત્રણ કાયદા ખતમ થઈ જશે ..

top-news
  • 24 Feb, 2024

દેશના ત્રણ નવા ફોજદારી કાયદા જે IPC, CRPC અને Evidence Actને બદલવા માટે લવાયા હતા, તે પહેલી જુલાઈ 2024થી લાગુ થશે.દેશના ગૃહમંત્રીએ થોડા દિવસ પહેલા જ  આ વાતની જાણકારી આપી હતી કે લોકસભાની ચુંટણી પહેલા સમગ્ર દેશમાં UCC લાગુ કરવામાં આવશે. પહેલી જુલાઈ 2024થી નવા કાયદા 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા', 'ભારતીય ન્યાય સંહિતા' અને 'ભારતીય સાક્ષ્ય અધિનિયમ' લાગૂ થશે. ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કરી દીધા છે. IPCની જગ્યાએ BNS હશે. 

અંગ્રેજોના સમયમાં બનેલા ત્રણ કાયદા હવે ખતમ થઈ જાશે . સંસદના શિયાળુ સત્રમાં હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી. ત્યાર બાદ ભારતીય ન્યાય સંહિતા , ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા હતા. ત્યારે હવે આ કાયદા આગામી પહેલી જુલાઈ 2024થી દેશમાં લાગુ થઈ જશે. 

 ભારતીય દંડ સંહિતા હવે ભારતીય ન્યાય સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ હવે ભારતીય સાક્ષ્ય સંહિતા ગણાશે.જોકે, એક નવી કલમ હાલ લાગુ નહીં થાય. BNSની કલમ 106(2) - ઝડપ કે બેદરકારીથી વાહન ચલાવવા અને પોલીસ/મેજિસ્ટ્રેટને તેની માહિતી અપાયા વગર ભાગવાથી મોત માટે 10 વર્ષની સજાની જોગવાઈ, આ કલમને લઈને હાલમાં જ દેશમાં વિરોધ પ્રદર્શન થયા હતા તેથી તેને સ્થગિત કરવામાં આવી છે, જેને લાગુ કરવામાં આવશે નહીં.

આ ત્રણેય વિધેયક પહેલીવાર ઓગસ્ટ 2023માં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરાયા હતા. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા. 

IPC હેઠળ નક્કી તેને ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવશે. IPCમાં 511 કલમો હતી, જ્યારે BNSમાં 358 કલમો હશે. 21 નવા ગુના જોડાયા છે. 41 ગુનાઓમાં જેલની મુદ્દત લંબાવાઈ છે. 82 ગુનાઓમાં દંડ વધારાયો છે. 25 ગુનાઓમાં જરૂરી ન્યૂનતમ સજા શરૂ કરાઈ છે. 6 ગુનાઓમાં સામાજિક સેવાનો દંડ રહેશે. તો 19 કલમોને ખતમ કરી દેવાઈ છે. ધરપકડ, તપાસ અને કેસ ચલાવવાની પ્રક્રિયા CrPCમાં લખાયેલી છે.  CrPCમાં 484 કલમો હતી. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં 531 કલમો હશે. 177 કલમોને બદલી દેવામાં આવી છે. 9 નવી કલમો જોડવામાં આવી છે અને 14ને ખતમ કરી દેવાઈ છે.ઈન્ડિયન એવિડન્સ એક્ટ : કેસના તથ્યોને કેવી રીતે સાબિત કરવામાં આવશે, નિવેદનો કેવી રીતે દાખલ થશે, એ તમામ ઈન્ડિયન એવિડન્સ એક્ટમાં છે. જેમાં પહેલા 167 કલમો હતી. 

ભારતીય સાક્ષ્ય સંહિતામાં 170 કલમો હશે. 24 કલમોમાં ફેરફાર કરાયા છે. બે નવી કલમો જોડવામાં આવી છે, જ્યારે 6 કલમોને હટાવી દેવાઈ છે. IPCમાં કલમ 124A હતી, જેમાં રાજદ્રોહના ગુનામાં ત્રણ વર્ષથી લઈને આજીવન કેદની સજાની જોગવાઈ હતી. ભારતીય ન્યાય સંહિતામાં રાજદ્રોહની જગ્યાએ 'દેશદ્રોહ' લખવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશ વિરૂદ્ધ કોઈ ન બોલી શકે અને તેના હિતોને નુકસાન ન પહોંચાડી શકે. દેશદ્રોહના આરોપીને આકરામાં આકરો દંડ મળવો જોઈએ.BNSમાં કલમ 150માં 'દેશદ્રોહ'થી જોડાયેલી જોગવાઈ કરવામાં આવી છે. કલમ 150માં તેને 'ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડતાને ખતરામાં મૂકનારા કૃત્ય' તરીકે સામેલ કરાઈ છે. BNSમાં એવું કરનારા પર દોષી સાબિત થવા પર 7 વર્ષની સજાથી લઈને આજીવન કારાવાસ સુધીની જોગવાઈ છે. આ સાથે દંડ પણ ફટકારાશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎