:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

ચૂંટણી પંચની ટીમ 12 મીથી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

top-news
  • 09 Mar, 2024

ચૂંટણી પંચની ટીમ 12-13 માર્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ શકે છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવાની સાથે ચૂંટણી પંચની ટીમ લેફટન્ટ ગવર્નરને પણ મળશે. ચૂંટણી પંચની ટીમ લેફ્ટનન્ટ ગવર્નર સાથે વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરશે.

આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ,મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ  12-13 માર્ચે  બે દિવસની મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન આ ટીમ મતદાન મથકોની તૈયારી, મતદાર યાદીની સ્થિતિ, આંતરીયાળ વિસ્તારોમાં ટેલિકોમ કનેક્ટિવિટી, મતદાર જાગૃતિ અભિયાન અને સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરશે. પ્રથમ દિવસે સુરક્ષા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી રાજ્યના DGP અને જમ્મુ-કાશ્મીરના કેન્દ્રીય પોલીસ દળોના નોડલ અધિકારી સાથે ચર્ચા કરશે. 

ત્યારબાદ તેઓ તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે તથા  તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લાચૂંટણી અધિકારીઓ સાથેની બેઠક કરશે. વિવિધ ઝોનના તમામ એસપી, કમિશનર અને ઈન્સ્પેક્ટર જનરલ પણ આ બેઠકમાં  ભાગ લેશે.મુલાકાતના છેલ્લા તબક્કામાં, તેઓ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી  અને કેન્દ્રીય પોલીસ દળોના નોડલ અધિકારી સાથે ફરીથી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. બાદમાં  આવકવેરા, આબકારી વિભાગ અને કસ્ટમ્સના અધિકારીઓ સાથે કાળા નાણાં, દારૂ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગને રોકવા માટે ચર્ચા કરશે અને તૈયારી કરશે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎