:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

બંગાળના સંદેશખાલીમાં ભાજપ દ્વારા મહિલાઓનું સન્માન કરાશે ચૂંટણી માટે બંગાળમાં પકડ મજબૂત કરવાનો પ્રયાસ

top-news
  • 09 Mar, 2024

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પશ્ચિમ બંગાળમાં પોતાની પકડ મજબૂત બનાવવા અથાગ પ્રયાસો કરી રહી છે, જે માટે સંદેશખાલી હિંસાનો મુદ્દો હોય કે પછી બીજો કોઈ મામલો હોય ભાજપ ટીએમસીને ઘેરવા માટે તૈયાર જ છે. દરમિયાન, રાજ્યની શાસક ટીએમસીને ઘેરવા માટે ભાજપ 10 માર્ચે સંદેશખાલીમાં એક સભાનું આયોજન કરવા જઈ રહી છે, જેમાં અહીંની મહિલાઓનું પણ સન્માન કરવામાં આવશે.

આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ પશ્ચિમ બંગાળમાં મજબૂત પકડ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. સંદેશખાલીની ઘટનાએ ભાજપ માટે ટીએમસી અને મમતા બેનર્જી પર હુમલો કરવાની તક ખોલી છે. પાર્ટી આ મુદ્દાને લઈને રાજ્યની સત્તારૂઢ ટીએમસી પર પ્રહારો કરી રહી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે અહીં કુલ 40 લોકસભા બેઠકોમાંથી 18 બેઠકો જીતી હતી.

ભાજપ 10 માર્ચે સંદેશખાલીમાં સભા કરશે, જેમાં અહીંની ગામની મહિલાઓનું સન્માન કરવામાં આવશે. તે જ સમયે, સીબીઆઈએ ગઈકાલે સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎