:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો: કુંનાર હેમબ્રમે લીધો રાજકારણમાંથી સન્યાસ

top-news
  • 09 Mar, 2024

એક તરફ ભાજપમાં અન્ય પક્ષોના નેતાઓના જોડાવાની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો લાગ્યો છે. આગામી લોકસભા ચૂંટણી વચ્ચે પાર્ટીના સાંસદ કુંનાર હેમબ્રમે શનિવારે લોકસભા સભ્યપદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કુનાર હેમબ્રમ પશ્ચિમ બંગાળના ઝારગ્રામથી ભાજપના સાંસદ હતા. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ કુંનાર હેમબ્રમે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેમણે અંગત કારણોસર પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. હેમબ્રમે કહ્યું કે પાર્ટી છોડવાનો આ યોગ્ય સમય છે કારણ કે લોકસભા ચૂંટણીમાં બીજા કોઈને તક મળશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે રાજીનામું સ્વીકારવામાં આવ્યું કે નહીં તે અંગે તેઓ જાણતા નથી પરંતુ તેમણે રાજીનામું આપ્યું છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે. તેના જવાબમાં હેમબ્રમે કહ્યું કે તે હવે રાજકારણમાં રહેવા માંગતા નથી. ન તો તે અન્ય કોઈ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે અને ન તો કોઈ પાર્ટીના સંપર્કમાં છે. ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે હેમબ્રમ થોડા દિવસો પહેલા જ પાર્ટી છોડવાના નિર્ણયની જાણકારી આપી હતી. કુનાર હેમબ્રમે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ્યની મમતા સરકારે તેમના પર નિશાન સાધ્યું છે. ટીએમસી સાંસદ શાંતનુ સેને કહ્યું કે હારનો અહેસાસ થતાં  હેમબ્રમે  રાજીનામું આપી દીધું છે. સાંસદે કહ્યું કે  હેમબ્રમે જાણે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ આ સીટ ગુમાવશે. આ જ કારણ છે કે તેમણે ચૂંટણી પહેલા જ પદ અને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.

 આ પહેલા ટીએમસીના દિગ્ગજ નેતા તાપસ રોયે ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. સેનની વિદાયને મમતા સરકાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. હવે બીજેપી સાંસદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાને ધ્યાનમાં રાખીને ભાજપ પશ્ચિમ બંગાળ પર ઘણું ફોકસ કરી રહ્યું છે. ભાજપ સંદેશખાલીના મુદ્દે રાજ્ય સરકાર પર સતત પ્રહારો કરી રહી છે અને આ મુદ્દાને ઉઠાવવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. ભાજપ કોઈપણ રીતે રાજ્યમાં 2019 કરતા વધુ સારું પ્રદર્શન કરવા માંગે છે. 2019માં ભાજપે લોકસભાની 42માંથી 18 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં પાર્ટી આ વખતે પોતાની સીટો વધારવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎