:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ખાલિસ્તાની-ગેંગસ્ટર લિંક કેસ: NIAના દરોડા પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ-ચંડીગઢમાં કાર્યવાહી

top-news
  • 12 Mar, 2024

દેશમાં ખાલિસ્તાનના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે NIA અવિરત પ્રયનતો કરી રહી છે. તેમના ગેંગસ્ટર લિંક કેસના સંદર્ભે  NIAએ દેશના ચાર રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ માં લગભગ 30 સ્થળોએ દરોડા પાડ્યા છે. નેશનલ સિક્યોરિટી એજન્સી (NIA) એ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

તપાસ એજન્સીએ પંજાબના અલગ અલગ સ્થળે દરોડા પડ્યા હતા તેથી ત્યાંની પોલીસ પણ ઘટના સ્થળે હજાર હતી.  હરિયાણા અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. NIA આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ કરવા માટે મોગાના હલકા નિહાલ સિંહ વાલાના બિલાસપુર ગામમાં તાપસ કરી રહી છે.

અગાઉ સપ્ટેમ્બર 2023માં પણ NIAએ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 51 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAએ આ કાર્યવાહી આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચે સાંઠગાંઠ સંબંધિત 3 કેસમાં કરી હતી.

સપ્ટેમ્બરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન NIAની ટીમ પંજાબમાં સૌથી વધુ 30 સ્થળોએ પહોંચી હતી. તે જ સમયે, રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4, ઉત્તરાખંડમાં 2, દિલ્હી-એનસીઆર અને યુપીમાં 1-1 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર હવાલા ચેનલ દ્વારા ભારતમાં ગ્રાઉન્ડ વર્કર્સને ડ્રગ્સ અને હથિયારોનું ફંડિંગ કરી રહ્યા છે. ગેંગસ્ટર-ખાલિસ્તાનીઓની આ ફંડિંગ ચેઈનને ખતમ કરવા NIAની કાર્યવાહી ચાલી રહી છે.

NIA દ્વારા લગભગ પાંચ મહિના પહેલા જે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે લોરેન્સ બિશ્નોઈ, બંબિહા ગેંગ અને અર્શ દલ્લા ગેંગના સભ્યો સાથે જોડાયેલા હતા. NIAની ટીમ દિલ્હીના ભીમા પોલીસ સ્ટેશન રોડી પહોંચી હતી. અહીંયા યદવિંદર ઉર્ફે જશનપ્રીતના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જે વ્યવસાયે બાઉન્સર છે. યદવિન્દરના ખાતામાં વિદેશથી ફંડિંગ આવ્યું હતું, તેના ફોન પરથી વિદેશમાં કોલ પણ કરવામાં આવ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎