:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

પ્રથમ સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું મોદી કરશે ભૂમિપૂજન: પ્લાન્ટ માટે ટાટા કરશે પાવર ચીપ તાઇવાન સાથે કોલોબ્રેશન ...

top-news
  • 13 Mar, 2024

દેશના પ્રથમ સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કરવાના છે. અમદાવાદ નજીક ધોલેરામાં આ સેમી કંડક્ટર પ્લાન્ટ લગાવવા આવશે .જેમાં ટાટા જૂથની TEPLકંપની 91 હજાર કરોડનું રોકાણ કરી રહી છે.જેની ઘોષણા ગત ફેબ્રુઆરી માસમાં  કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી હતી. TEPL એટલે કે ટાટા ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ તાઇવાનની કંપની પાવરચિપ સેમીકંડક્ટર PSME સાથે મળીને ધોલેરામાં સેમી કંડક્ટર પ્લાન્ટ લગાવશે.જેનું આજે ભૂમિ પૂજન થશે.

આ ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાવવાના છે. તો રાજ્યના મુખ્યપ્રધાન અને કેન્દ્ર-રાજ્યના પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પૂરો થયા બાદ ધોલેરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ બ્રિફિંગ કરશે. ટાટા સમૂહની TEPL દ્વારા 91 હજાર કરોડનું રોકાણ, ગુજરાતને સેમિકન્ડકટર ક્ષેત્રનું હબ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ધોલેરા ખાતે 91 હજાર કરોડ રુપિયાના ખર્ચે સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન થવાનું છે.જેના કારણે હવે ટાટા અને પાવર ચીપ તાઇવાનના કોલોબ્રેશનથી ગુજરાતના ધોલેરામાં દેશની સૌથી પહેલી સેમી કન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે.આ સેમી કન્ડકટર ફેબમાં મહીને 50 હજાર વેફર ફેબ બનાવવામાં આવશે.એક વેફરની અંદર લગભગ 5 હજાર જેટલી ચીપ હોય છે.આ પ્લાન્ટથી વર્ષની લગભગ 300 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે.

આ ચિપ્સ લગભગ આઠ સેક્ટરને કવર કરશે.હાઇ પાવર કમ્પ્યુટ, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, ટેલિકોમ, ડિફેન્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઓટો મોબાઇલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ આ બધા સેક્ટરમાં ચિપ્સનો ઉપયોગ કરવામાં આવશે.ખૂબ જ આધુનિક ટેકનોલોજી દ્વારા આ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે.જેથી આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. મહત્વનું છે, PSMEની તાઇવાનમાં 6 સેમીકંડક્ટર ફાઉંડ્રી છે.જેમાં એક વેફરમાં 5 હજાર ચિપની ક્ષમતા હોય છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎