:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બ્રાઝિલમાં બંદૂકની અણીએ બસ હાઈજેક: બસ માં સવાર હતા 18 મુસાફરો, અફરા-તફરીમાં બે મુસાફરો ઘાયલ...

top-news
  • 13 Mar, 2024

દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં અચાનક એક બંદૂકધારીએ બસ હાઈજેક કરી લીધી , એ દરમ્યાન બસમાં ૧૮ મુસાફરો સવાર હતા. આ ઘટનાથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ શહેરના મુખ્ય એસટી બસ ડેપો પર એક બંદૂકધારી વ્યક્તિ બંદૂક સાથે બસમાં ઘૂસી ગયો હતો.ત્યારબાદ તેણે બસમાં સવાર 18 લોકોને બંદૂકની અણીએ બંધક બનાવી લીધા હતા.

પરંતુ આ અફરાતફરીમાં બસમાં બેઠેલા બે મુસાફરો ફાયરિંગમાં ઘાયલ પણ થયા હતા. આ ઘટનાની જાણ થતા જ શહેરમાં હડકંપ મચી ગયો હતો.ત્યારબાદ પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી.કલાકોની મથામણ અને વાટાઘાટો બાદ હુમલાખોરે સામે આવીને આત્મસમર્પણ કરી દીધુ હતુ.પોલીસે તેની ધરપકડ કરી અને તમામ બંધકોને છોડાવી લીધા હતા.

પોલીસનુ કહેવુ છે કે, સરેન્ડર કરતા પહેલા આ વ્યક્તિએ બે વ્યક્તિઓને ગોળી મારીને ઘાયલ પણ કર્યા હતા.બસમાં વૃધ્ધો અને બાળકો પણ મુસાફરી કરી રહ્યા હતા.તમામને સહીસલામત છોડાવી લેવાયા છે. પોલીસે હાઈજેક કરનાર વ્યક્તિની ઓળખ જાહેર નથી કરી અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.આ વ્યક્તિએ બસ હાઈજેક કરવાનો પ્રયત્ન કેમ કર્યો તેની તપાસ પણ ચાલી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎