:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

એસ.બી.આઈ એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપ્યો : ચૂંટણી બોન્ડ જે કોઈને ચૂકવ્યા નથી, એ રકમ પીએમ રિલીફ ફંડમાં જમા...

top-news
  • 13 Mar, 2024

ચુંટણીઓ જાહેર થવાની તૈયારી માં છે, અને એવામાં ચુંટણીપંચે એસ.બી.આઈને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપવાના આદેશને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા , સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપી દીધો છે. ત્યારબાદ SBIએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરી છે. SBIએ કોર્ટને કહ્યું છે કે, ચૂંટણી બોન્ડ સંબંધિત વિગતો પંચને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

SBI ચેરમેને કહ્યું- અમે પેન ડ્રાઈવમાં બે ફાઈલો ECIને આપી છે. એક ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની વિગતો હોય છે. તેમાં બોન્ડની ખરીદીની તારીખ અને રકમનો ઉલ્લેખ છે. બીજી ફાઇલમાં રાજકીય પક્ષો દ્વારા બોન્ડને ઈનકેસ કરવામાં આવ્યા હોવાની માહિતી છે.પરબીડિયામાં 2 PDF ફાઇલો પણ છે. આ પીડીએફ ફાઇલો પેન ડ્રાઇવમાં પણ રાખવામાં આવી છે, તેને ખોલવાનો પાસવર્ડ પણ તેમાં આપવામાં આવ્યો છે. SBIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જે પક્ષકારોએ 15 દિવસની વેલિડિટીની અંદર ઈલેક્ટોરલ બોન્ડને રોકડ કરાવ્યા નથી, તેમની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી છે

આ એફિડેવિટમાં બેંકે ડેટા દ્વારા જણાવ્યું છે કે 1લી એપ્રિલ 2019થી 15મી ફેબ્રુઆરી 2024 સુધી કુલ 22217 ઈલેક્ટોરલ બોન્ડ વેચવામાં આવ્યા છે. જેમાંથી 22030 રિડીમ કરવામાં આવ્યા છે. જેમાંથી 187નું પેમેન્ટ લેવામાં આવ્યું નથી. દેખીતી રીતે નિયમો અનુસાર તે PM રાહત ફંડમાં જમા કરવામાં આવ્યા છે.

પહેલા SBIએ સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી માહિતી શેર કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી વધારવાની અપીલ કરી હતી. પરંતુ કોર્ટે SBIની માંગને ફગાવી દીધી હતી અને તેને 12 માર્ચ સુધીમાં ચૂંટણી પંચ સાથે તમામ વિગતો શેર કરવા કહ્યું હતું. અગાઉ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને 'ગેરબંધારણીય' ગણાવીને રદ કરી દીધી હતી. તેમજ SBIને 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને તમામ વિગતો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના પર SBIએ 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે SBIની માંગને ફગાવી દીધી છે અને 12 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને તમામ વિગતો આપવાનો આદેશ આપ્યો છે. તેમજ ચૂંટણી પંચને આ તમામ વિગતો 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં વેબસાઈટ પર અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે.

વર્ષ 2017માં કેન્દ્ર સરકારે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની જાહેરાત કરી હતી. તે 29 જાન્યુઆરી 2018 ના રોજ કાયદેસર રીતે લાગુ કરવામાં આવ્યું હતું. સરકારે કહ્યું કે આ યોજના ચૂંટણી દાનમાં 'સ્વચ્છ' નાણાં લાવવા અને 'પારદર્શિતા' વધારવા માટે લાવવામાં આવી છે. SBIની 29 શાખાઓમાંથી અલગ-અલગ રકમના ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવે છે. આ રકમ એક હજારથી લઈને એક કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. કોઈપણ તેને ખરીદી શકે છે અને તેની પસંદગીના રાજકીય પક્ષને આપી શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎