મેક ઇન ઇન્ડિયા : ભારત ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનનું હબ સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી
- 15 Mar, 2024
દેશમાં મેક ઇન ઈન્ડિયા કેમ્પેનને સફળ બનાવવા , કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને અવ્વલ નંબરે પહોંચાડવાના હેતુસર એક મહત્વપૂર્ણ પગલું લીધું છે,જેના થકી દેશ ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં હબ તરીકે વિકસીત થશે , સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી છે. આ નવી નીતિ હેઠળ હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકશે. તેમજ તેમણે ઇલેક્ટ્રિક વાહનોમાં ઓછામાં ઓછા 25 ટકા સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ કરવો પડશે.
જે કંપનીઓ આ જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તેમને 35,000 ડોલર અને તેથી વધુની કિંમતની કાર પર 15% ની ઓછી આયાત જકાત સાથે દર વર્ષે 8,000 ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારત આયાતી કાર પર તેમની કિંમતના આધારે 70% અથવા 100% ટેક્સ લાદે છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ પગલાથી નવીનતમ ટેકનોલોજી સુધી પહોંચવાની અને EV ઇકોસિસ્ટમને વધારવાની અને મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપવાની અપેક્ષા છે. આયાત કરી શકાય તેવા ઈલેક્ટ્રિક વાહનો પરની ડ્યુટી મુક્તિ વાર્ષિક PLI પ્રોત્સાહન (રૂ. 6,484 કરોડ) અથવા મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા કરવામાં આવેલા રોકાણ સુધી મર્યાદિત છે, જે ઓછું હોય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ