:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

ગઢચિરોલીમાં 4 માઓવાદીઓ માર્યા ગયા નક્સલવાદીઓના માથા પર 36 લાખનું સામૂહિક રોકડ ઈનામ ...

top-news
  • 19 Mar, 2024

લોકસભાની ચુંટણીઓમાં અરાજકતા ફેલાવવાના ઉદેશ્યથી દેશમાં કેટલાય આતંકવાદી જૂથો હવે વધુ સક્રિય થઈ ગયા છે, એવામાં મહારાષ્ટ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મંગળવારે પોલીસ સાથેની અથડામણમાં ₹ 36 લાખની સામૂહિક ઇનામ ધરાવતા ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

પોલીસને સોમવારે બપોરે માહિતી મળી હતી કે કેટલાક નક્સલવાદીઓ પડોશી તેલંગાણામાંથી ગઢચિરોલીમાં પ્રણહિતા નદી પાર કરીને પ્રવેશ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણી માટે અમલી આચારસંહિતા વચ્ચે વિધ્વંસક પ્રવૃતિઓ હાથ ધરવાના હેતુથી, પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું હતું.C-60 યુનિટની એક વિશિષ્ટ લડાયક એકમ, અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ક્વિક એક્શન ટીમને મંગળવારે સવારે રેપનપલ્લી નજીકના કોલામર્કા પર્વતોમાં શોધખોળ કરી રહી હતી, ત્યારે નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેનો સુરક્ષા કર્મચારીઓએ જવાબ આપતા ફાયરિંગ કર્યું  હતું , એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગોળીબાર બંધ થયા પછી, વિસ્તારની શોધ કરવામાં આવી હતી અને ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા, તેમણે ઉમેર્યું હતું કે તેઓના માથા પર ₹ 36 લાખનું સામૂહિક રોકડ ઈનામ હતું.અધિકારીએ જણાવ્યું કે, તમની પાસેથી શોધખોળ કરતાં એક AK-47 બંદૂક, એક કાર્બાઇન, બે દેશી બનાવટની પિસ્તોલ, નક્સલ સાહિત્ય અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.મૃતક નક્સલવાદીઓની ઓળખ વર્ગેશ, મગતુ, અલગ-અલગ નક્સલ સમિતિઓના બંને સચિવ અને પ્લાટૂન સભ્યો કુરસંગ રાજુ અને કુદિમેટ્ટા વેંકટેશ તરીકે કરવામાં આવી છે, એમ પોલીસેઉમેર્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎