:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

કેજરીવાલની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ મોટી વિડબંના:અન્ના હજારે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યો છે...

top-news
  • 23 Mar, 2024

દેશમાં ચુંટણીનો માહોલ જામ્યો છે, તેની સાથે જાંચ એજન્સીઓ પણ કાળું નાણું , ભ્રષ્ટાચાર ,ગેરકાયદેસરની પ્રવૃતિઓ અંગે સજાગ બની એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજકીય પાર્ટીઓના નેતાઓની તપાસ ચલાવી રહી છે. એવામાં દિલ્હીના મુખ્ય મંત્રીની હાલમાં જ ભ્રષ્ટાચાર મામલે ધરપકડ થઈ છે, આ પ્રસંગે તેમના એક વખતના ગુરુ અન્ના હજારે દ્વારા એક પત્ર લખવામાં આવ્યો , આ પત્રમાં તેમણે કહ્યું કે, દિલ્હી સરકારની લિકર પોલિસી અને તેના દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારમાં અરવિંદ કેજરીવાલની ધરપકડથી મને ખૂબ દુ:ખ થયું. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવામાં આવેલા આ દેશના સૌથી મોટા જન લોકપાલ આંદોલનમાં મારા સાથી રહેલા અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ થવી એ સૌથી મોટી વિડબંના છે. 

અન્ના હજારેએ પત્રમાં આગળ લખ્યું કે, જે તમામ બાબતો વિરુદ્ધ લડવામાં મેં મારું આખું જીવન વિતાવી દીધુ તેના વિરુદ્ધ જઈને કેજરીવાલે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યો છે. આ પ્રકારના વ્યવહારથી સામાજિક આંદોલનમાં કામ કરનારા કાર્યકર્તાઓ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે, એક પવિત્ર આંદોલનનો એક રાજનીતિક ફાયદા માટે ઉપયોગ કરવામાં  આવ્યો.

અન્ના હજારેએ પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે, દિલ્હી સરકારની લિકર પોલિસી દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ મેં ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 30 ઓગષ્ટ 2022ના રોજ એક પત્ર લખ્યો હતો. તેમાં મેં તેમને કહ્યું હતું કે આ સમગ્ર મામલાની જાણ થયા બાદ હું હેરાન અને હતાશ છું. આ સમગ્ર મામલાના અંત સુધી જઈને તપાસ થવી જોઈએ અને મને આશા છે કે સંપૂર્ણ તપાસ બાદ સત્ય જનતા સામે આવશે અને ગુનેગારોને સજા થશે. તેમણે આગળ લખ્યું કે, એક આંદોલન રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે તબાહ કરી દેવામાં આવ્યું. આ બાબતનું ખૂબ જ દુઃખ થયુ છે. આજે આ આંદોલનનો રાજકીય વિકલ્પ પણ નિષ્ફળ ગયો છે, આ દુર્ભાગ્યપૂર્ણ છે.

શુક્રવારે મીડિયા સાથે વાત કરતા અન્ના હજારેએ કહ્યું હતું કે જ્યારે આંદોલન સમયે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા અમારી સાથે આવ્યા હતા ત્યારે મેં બંનેને દેશના કલ્યાણ માટે કામ કરવાનું કહ્યું હતું. પરંતુ બંનેએ મારી વાત પર ધ્યાન ન આપ્યું. કેજરીવાલે પણ મારી વાત ન માની. આવી સ્થિતિમાં હું તેમને કોઈ સલાહ નહીં આપીશ અને સાથે જ મને કેજરીવાલની સ્થિતિ પર કોઈ દુ:ખ નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎