:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

વરુણ ગાંધીને કોંગ્રેસેમાં સામેલ થવા મળ્યું આમંત્રણ અધીર રંજન: સ્વચ્છ છબી , ગાંધી પરિવાર સાથે લગાવ પણ ...

top-news
  • 26 Mar, 2024

હાલમાં લોકસભા ની ચુંટણી માટે ઉમેદવારોના નામો ની જાહેરાત રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે, એવા માં ભાજપે પીલીભીત લોકસભા બેઠક પરથી વરૂણ ગાંધીની ટિકિટ કાપી નાખતા કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે અને તેણે વરૂણ ગાંધીને પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બહરામપુરના સાંસદ અને વર્તમાન લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વરૂણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

અધીર રંજને વરૂણ ગાંધીને ચૂંટણીમાં ટિકિટ આપવાનું પણ આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ગાંધી પરિવાર સાથે વરૂણ ગાંધીનો સંબંધ હોવાથી ભાજપે તેમની ટિકિટ કાપી છે. વરૂણ મોટા નેતા છે, તેમની ટિકિટ બિલકુલ કપાવી ન જોઈએ. વરૂણ ગાંધીએ કોંગ્રેસમાં આવી જવું જોઈએ. તેમના આવવાથી ખુશી થશે. તેઓ મોટા દબંગ નેતા છે, શિક્ષિત વ્યક્તિ પણ છે, સ્વચ્છ છબી ધરાવે છે અને ગાંધી પરિવાર સાથે પણ લગાવ છે, આ જ કારણે ભાજપે તેમને ટિકિટ આપવાનો ઈન્કાર કર્યો છે, તેથી જ તેમણે કોંગ્રેસમાં આવવું જોઈએ.’

લોકસભા બેઠકો માટે ભાજપે 24 માર્ચે 111 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આ યાદી જાહેર થયા બાદ સૌથી વધુ પીલીભીત બેઠકની ચર્ચાઓ શરૂ થઈ હતી. ભાજપે પીલીભીતના વર્તમાન સાંસદ વરૂણ ગાંધીની ટિકિટ કાપી યોગી સરકારના મંત્રી જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. વરૂણ ગાંધી ઘણા સમયથી પોતાની જ સરકાર પર પ્રહારો કરતા હતા. જોકે તાજેતરમાં તેઓ એક મંચ પર ભાજપ નેતાઓ સાથે જોવા મળ્યા હતા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા. જોકે અગાઉથી જ એવી અટકળો હતી કે, તેમની ટિકિટ કપાશે. હવે ભાજપે તેમના સ્થાને જિતિન પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જિતિન પ્રસાદ યોગી સરકારમાં વર્તમાન મંત્રી છે.

એક દશક પૂર્વે વરૂણ ગાંધીની ગણના ભાજપમાં ‘ફાયર-બ્રાન્ડ’ નેતા તરીકે થતી હતી. તેઓને ભાજપના (ઉત્તરપ્રદેશના) મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે પણ મનાતા હતા. પરંતુ 2017માં ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા. તેનું કારણ તે હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી વરૂણ ખેડૂત આંદોલન, બેકારી, અને મોંઘવારી સહિત કેટલાએ મુદ્દાઓએ પોતાના જ પક્ષની સરકારો ઉપર હુમલા કરી રહ્યા હતા. ત્યારથી હવા ચાલી રહી હતી કે કદાચ આ વખતે વરૂણની ટિકીટ કાપવામાં આવશે.

વરુણ ગાંધી સતત ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, વરુણે એરપોર્ટ પર દારૂની દુકાનોની જેમ રેલવે સ્ટેશનો પર દારૂના વેચાણને મંજૂરી આપવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી. અગાઉ, ઑક્ટોબર 2023 માં, તેમણે અમેઠીમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા બદલ યુપી સરકારના વહીવટની ટીકા કરી હતી. આ પહેલા 2020-21માં વરુણે પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન વરુણને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાંથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારે પણ એવી અટકળો હતી કે, વરુણ ગાંધી 2022માં યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી માં જોડાઈ શકે છે, પરંતુ એવું બન્યું નહીં.

જો વરૂણ ગાંધી કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડશે તો ગાંધી પરિવારના ગઢ અમેઠી અને રાયબરેલી બેઠક પર કોંગ્રેસની મજબૂતી વધશે. તેઓ કોંગ્રેસમાં જોડાશે તો કોંગ્રેસ એક દિગ્ગજ ચહેરો મળી જશે. દાવા મુજબ વરૂણ ગાંધીની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી  સાથે વાતચીત થતી રહે છે. પ્રિયંકાના વરૂણ સાથે સારા સંબંધો છે અને રાજકારણમાં કંઈપણ સંભવ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎