:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 16 ઉમેદવારોની યાદી બહાર પાડી : મુંબઈની 6માંથી 4 બેઠકો માટે નામોની જાહેરાત ...

top-news
  • 27 Mar, 2024

દેશમાં લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ચુંટણીની તારીખો બહાર પડ્યા બાદ તરત જ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે બેઠકો કરી રહ્યા છે, જ્યારે પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ યાદી બહાર પાડી હતી.

ત્યારે હવે શિવસેનાએ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.એમાં એમણે મુંબઈમાં લોકસભાની 6માંથી 4 બેઠકો માટે નામોની જાહેરાત પણ કરી છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT)એ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 16 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેની માહિતી સંજય રાઉતે ટ્વિટ કરીને આપી હતી. ઉદ્ધવની શિવસેનાએ આ યાદીમાં કોંગ્રેસની મનપસંદ સાંગલી બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સાંગલીની આ બેઠક પરથી ચંદ્રહર પાટીલને ટિકિટ આપી છે.

ઠાકરે જૂથના લોકસભા ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરુપમ નારાજ થઈ ગયા છે. નિરુપમ મુંબઈ નોર્થ-વેસ્ટમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ પણ તેમને આ બેઠક પરથી ચૂંટણી લડવાની ખાતરી આપી હતી. હવે આ બેઠક પર ઠાકરે જૂથના અમોલ કીર્તિકરને ટિકિટ આપવામાં આવી છે. શિવસેનાએ બુલઢાણાથી નરેન્દ્ર ખેડકર, દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, પરભણી લોકસભા બેઠક પરથી સંજય જાધવ, યવતમાલ વાશિમથી સંજય દેશમુખ, સાંગલીથી ચંદ્રહર પાટીલ અને હિંગોલી બેઠક પરથી નાગેશ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે.

આ ઉપરાંત સંભાજીનગરથી ચંદ્રકાંત ખૈરે, ધારશિવ બેઠક પરથી ઓમરાજ નિમ્બાલકર, શિરડીથી ભાઈસાહેબ વાઘચૌરે, નાશિકથી રાજાભાઈ વાજે, રાયગઢથી અનંત ગીતે, સિંધુદુર્ગ રત્નાગિરીથી વિનાયક રાઉ અને થાણેથી રાજન વિચારેને ટિકિટ મળી છે. જ્યારે, મુંબઈ પૂર્વથી સંજય દિના પાટીલ અને પશ્ચિમ મુંબઈ થી અમોલ કાર્તિકર , મુંબઈ દક્ષિણ-મધ્ય: અનિલ દેસાઇ , માવલ: સંજોગ વાઘેરે પાટીલ પક્ષના ઉમેદવાર હશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎