:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

જમ્મુ - શ્રીનગર નેશનલ હાઈવે 44 પર ભયંકર દુર્ઘટના : SUV કાર લપસીને 300 ફૂટ ઊંડી ખીણમાં પડતાં 10 ના મોત ...

top-news
  • 29 Mar, 2024

 મોડી રાત્રે જમ્મુ - શ્રીનગર નેશનલ હાઈવે 44 પર રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાંથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બનાવની વિગત મુજબ ભારે વરસાદને કારણે શ્રીનગર હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી હતી જેમાં દસ લોકોના મોત થયા હતા. 

ભયાનક દુર્ઘટનાની જાણ થતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી અને રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે ભારે વરસાદને કારણે તે 300 ફૂટ ઊંડી ખીણમાં લપસીને પડી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ભારે વરસાદ વચ્ચે દસ મુસાફરોના મૃતદેહ ખીણ માંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના 47 વર્ષીય કાર ડ્રાઈવર બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળે હજુ પણ  બચાવ કામગીરી ચાલી રહી છે.

વધુ માં આ ઘટના અંગે શોક વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું- શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના મોકલું છુ . કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એક્સ પર એક પોસ્ટ દ્વારા અકસ્માત વિશે લખ્યું છે. જિતેન્દ્રએ કહ્યું- બૅટરી ચશ્મા પાસે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક પેસેન્જર કાર ઊંડી ખીણમાં પડી ગઈ, જેમાં 10 લોકોના જીવ ગયા. પોલીસ, SDRF અને નાગરિક QRT ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. હું તેમના સતત સંપર્કમાં છું. ઉપરાંત ઘટના નો ભોગ બનેલા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎