:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

નવાબ મલિકની તબિયત લથડી: શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ..

top-news
  • 30 Mar, 2024

દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસમાં નવાબ મલિકની લગભગ એક વર્ષ પહેલા ed  દ્વારા ધરપકડ કરવામાં આવી હતી,થોડો સમય જેલમાં વિતાવ્યા બાદ તેમના સ્વાસ્થ્યમાં બદલાવ થતા તેઓ જામીન મેળવીને જેલમાંથી બહાર આવ્યા હતા.  તેઓ કુર્લામાં જમીન ઉચાપત કેસને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડાર હેઠળ આવેલા હતા , આ દરમિયાન NCP નેતા નવાબ મલિકની તબિયત અચાનક બગડી છે. આ બાબતની જાણકારી તેમની પુત્રી સના મલિકે આપી હતી.

ત્યારથી તેમને કુર્લાની એક હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં તેઓ હોસ્પિટલમાં આવ્યા હતા. મલિક હવે કુર્લાની ક્રિટિકર સેન્ટર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.નવાબ મલિકની 23 ફેબ્રુઆરી, 2022ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસમાં નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી.

ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના નાણાકીય વ્યવહારો અને તેની બહેન સાથે જમીનના વ્યવહારના સંબંધમાં ED દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી હતી.આ કારણોસર EDએ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. ધરપકડ બાદ તે ઘણા દિવસો સુધી જેલમાં હતા. તેને થોડાં મહિના પહેલા તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા હતા.

એનસીપીમાં બળવા પછી નવાબ મલિક અજિત પવાર સાથે રહ્યા. તેઓ વિધાનસભા સત્રમાં સત્તાધારી જૂથમાં બેઠા હતા. ટીકા બાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને પત્ર લખ્યો હતો. “સત્તા આવે છે અને જાય છે. નવાબ મલિકના મહાગઠબંધનમાં પ્રવેશનો વિરોધ કરતા દેવેન્દ્ર ફડણવીસે આ પત્રને સોશિયલ મીડિયા પર “પરંતુ સત્તા કરતાં વધુ મહત્વનો છે…” કેપ્શન સાથે પોસ્ટ કર્યો હતો.

ફડણવીસે કહ્યું હતું કે-મલિક પર જે રીતે આરોપ લગાવવામાં આવ્યા છે તે જોતાં તેમને મહાગઠબંધનમાં સામેલ કરવા યોગ્ય નથી. હાલમાં મલિક અજિત પવાર જૂથમાં છે. પરંતુ તેઓ હવે જાહેર કાર્યક્રમોમાં જોવા મળતા નથી. સ્વાસ્થ્યના કારણોસર તેઓ હાલ રાજકીય મંચથી દૂર રહે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎