:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

અરવિદ કેજરીવાલ પણ હવે તિહાડ જેલમાં : ઈડીએ કોર્ટેને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની કરી માંગણી ...

top-news
  • 01 Apr, 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આગામી 15 દિવસ સુધી જેલમાં રહેવું પડશે. ઈડીએ અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી છે. જેના પર કોર્ટે મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ કેજરિવાલને આ દરમિયાન તિહાડ જેલ મોકલવામાં આવશે.કોર્ટમાં હાજરી આપવા જતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન જે પણ કરી રહ્યા છે તે દેશ માટે સારું નથી કેજરીવાલે તિહાડ જેલમાં લઈ જવા માટે 3 પુસ્તની માંગ કરી છે જેમાં રામાયણ અને ભગવત ગીતા છે આ સાથે બીજી એક પુસ્તક પણ જેલમાં વાંચવા માટે માંગી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરને આજે તેમની ED કસ્ટડીની મુદત પૂરી થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટમાં હાજર હતી. કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.EDએ સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં કેજરીવાલને ED કસ્ટડીમાં મોકલવા અપીલ કરી હતી.

EDએ કેજરીવાલના રિમાન્ડ વધારવાની માંગ કરી નથી. EDએ કોર્ટ સમક્ષ એમ પણ કહ્યું કે, કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. તે પોતાના મોબાઈલનો પાસવર્ડ આપી રહ્યા નથી. તેના દ્વારા ચકાસાયેલ દસ્તાવેજો મેળવ્યા. તે જાણી જોઈને ગેરમાર્ગે દોરે છે અને અસ્પષ્ટ જવાબો આપે છે. EDએ જણાવ્યું હતું કે કેજરીવાલને હાલ પૂરતો ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવે અને જ્યારે ફરી જરૂર પડશે ત્યારે તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે લગભગ 10 દિવસ EDની કસ્ટડીમાં વિતાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની દરરોજ 5 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી છે. તદનુસાર, તેણે EDના પ્રશ્નોનો સામનો કરવામાં 50 કલાકથી વધુ સમય પસાર કર્યો છે. કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા સેંકડો પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જો કે, EDએ 28 માર્ચે કોર્ટમાં દાવો કર્યો હતો કે કેજરીવાલ તપાસમાં સહકાર આપી રહ્યા નથી.

અરવિંદ કેજરીવાલની ધરપકડ સમયે તેમના ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. EDએ કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલ પોતાનો પાસવર્ડ નથી જણાવી રહ્યા. જો કે, EDએ તેમની પત્ની સુનીતા કેજરીવાલના ફોનની ઍક્સેસ મેળવી હતી અને તેનો ડેટા કાઢવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે EDએ કેજરીવાલના આઈફોનનો એક્સેસ મેળવવા માટે એપલનો સંપર્ક કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલે પાસવર્ડ આપવાનો ઈન્કાર કરી દીધો છે કે તેમના ફોનમાં ચૂંટણી સંબંધિત ડેટા છે.

PMLA કેસમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ જેલમાં ગયા છે જેમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, જે કેજરીવાલના જમણા હાથના માણસ કહેવાય છે, લગભગ એક વર્ષથી તિહાર જેલમાં બંધ છે. સંજય સિંહ પણ ઘણા મહિનાઓથી તિહારમાં છે. આ કેસમાં વિજય નાયરને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎