:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

કોરચોલીના જંગલોમાં અથડામણમાં ચાર નક્સલવાદીઓ ઠાર : LMG-BGLલોન્ચર સહિત અનેક હથિયારો મળ્યા ...

top-news
  • 02 Apr, 2024

છેલ્લા કેટલાય સમયથી છત્તીસગઢમાં નક્સલવાદ ઍક્ટિવ છે, સુરક્ષાદળો દ્વારા તેમને સમજાવવાના પુષ્કળ પ્રયત્નો ચાલુ છે, તેમને નક્સલવાદીઓની ગતિવિધિઓ બંધ કરી કામકાજ કરવા માટેના કેટલાય  પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં ,સુરક્ષાદળોને સફળતા મળી નથી , હાલમાં છતીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

જેમાં ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલીના જંગલોમાં અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાસ્થળેથી માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી  હથિયારો પણ મળી આવ્યા છે. સુરક્ષાદળોના જવાનો દ્વારા ચારે બાજુથી ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર નક્સલવાદીઓના મૃતદેહ અને એક એલએમજી, બીજીએલ લોન્ચર અને હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. ફાયરિંગમાં કોઈ સુરક્ષાકર્મી ઘાયલ થયાના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા.

આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયનના જવાનો સામેલ છે. અધિકારીના જણાવ્યાનુસાર, જ્યારે ટીમ લેન્દ્રા ગામના જંગલમાં હતી ત્યારે નક્સલવાદીઓએ આજે ​​સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

બંને તરફથી થોડીવાર સુધી ગોળીબાર થયા બાદ નક્સલવાદીઓ આ સ્થળેથી ભાગી ગયા હતા. બાદમાં જ્યારે સ્થળની તપાસ કરવામાં આવી ત્યારે ચાર નક્સલવાદીઓના મૃતદેહ, એક ઓટોમેટિક લાઇટ મશીન ગન (LMG),'બેરલ ગ્રેનેડ લોન્ચર' અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. હાલ માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં બીજાપુર જિલ્લા સહિત બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ ઓપરેશનમાં 37 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎