:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

AAP સાંસદ સંજય સિંહના જામીન મંજૂર : લિકર પોલિસી કૌભાંડના કેસમાં 6 મહિનાથી જેલમાં.. .

top-news
  • 02 Apr, 2024

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, રાજકીય પક્ષો પોતાના પાર્ટીનો પ્રચાર પ્રસાર જોર - શોરથી કરવામાં પડ્યા છે, દેશની તપાસ એજન્સીઓ પણ પૂછતાછ અને જાંચ ના કાર્યમાં લાગેલી છે, એવામાં હાલમાં "આપ" પાર્ટી સામે ચાલી રહેલી લિકર પોલિસી કૌભાંડની તપાસ માં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન આપ્યા છે. દિલ્હી લિકર પોલિસી સંબંધિત કૌભાંડના કેસમાં તે 6 મહિના જેલમાં હતા. કોર્ટના નિર્ણય અનુસાર સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં પણ ભાગ લઈ શકશે.

સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. બેન્ચે EDને પૂછ્યું હતું કે સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર કેમ છે? સંજય સિંહના વકીલે કોર્ટને કહ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ થઈ નથી . આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.

સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ અને રિમાન્ડને પડકારતી સિંહની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. AAP સાંસદના વકીલની અરજી પર સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે સંજય સિંહના કબજામાંથી કોઈ પૈસા મળ્યા નથી અને તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ થઈ શકે છે.

સંજય સિંહની ઇડીએ ગયા વર્ષે 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. EDએ હાઈકોર્ટમાં AAP સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સંજય સિંહે આ આધાર પર જામીન માંગ્યા હતા કે તે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં તેની કોઈ ભૂમિકા નથી. તપાસ એજન્સીએ હાઈકોર્ટમાં જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સંજય સિંહ પોલિસી પીરિયડ 2021-22 થી સંબંધિત દિલ્હી દારૂ કૌભાંડમાંથી ઉઘરાવવામાં આવેલા ભંડોળને રાખવા, છુપાવવામાં અને ઉપયોગ કરવામાં સામેલ હતા. જોકે, સુપ્રીમ કોર્ટની એજન્સીએ તેમના જામીનનો વિરોધ કર્યો ન હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટતા કરી કે, "સંજય સિંહ પોતાની રાજકીય ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે. કોર્ટે કહ્યું, "અમે નોંધીએ છીએ કે તેમણે દલીલો શરૂ કરતા પહેલા જ છૂટ આપવામાં આવી હતી." આ અંગે EDની રજૂઆત. એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું, " દલીલબાજીનો કેસ છે પણ અમે છૂટ આપી શકીએ છીએ."

સુપ્રીમ કોર્ટે EDની અરજી પર કહ્યું, "ASG કહે છે કે EDને સંજય સિંહને PMLAની કલમ 3 અને 4 હેઠળ ECIR હેઠળની કાર્યવાહી બાકી હોય તેને જામીન પર મુક્ત કરવામાં કોઈ વાંધો નથી." આ સાથે કોર્ટે કહ્યું કે અમે હાલની અપીલ સ્વીકારીએ છીએ અને સુનાવણી દરમિયાન સંજય સિંહને જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ કરીએ છીએ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎